સોમવાર, 22 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (12:55 IST)

આ મહિને અમેરિકાની યાત્રા પર જશે પીએમ મોદી, બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. જો કે, આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરત થઈ નથી. ન્યૂઝ એજન્સી ANI એ અહેવાલ આપ્યો છે કે પીએમ મોદીની અમેરિકા મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે.  વિકાસના નિકટના એક સ્રોતની રિપોર્ટમાં કહ્યું કે પ્રોગ્રામનું અંતિમ રૂપ આપવુ હજુ બાકી છે.
 
અંતિમ વખત 2019માં અમેરિકા ગયા હતા મોદી 
 
સમાચાર મુજબ પીએમ મોદીની અમેરિકા યાત્રાની અંદાજીત તારીખ 23-24 સપ્ટેમ્બર છે. પીએમ મોદીએ અંતિમવાર 2019માં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. એ સમયે પીએમ મોદીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યૂસ્ટનમાં એક વિશાળ પ્રવાસી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ વખતે વોશિંગટન પછી, પીએમ મોદી વાર્ષિક ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્કનો પ્રવાસ કરશે. 
 
આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ અમેરિકાનો પ્રવાસ હશે. આ પહેલા વર્ચ્યુઅલ રીતે બંને નેતાઓ વચ્ચે QUAD અને G-7 બેઠકોમાં મુલાકાત થઈ ચૂકી છે. વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીતમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ સંકેત આપ્યા હતા કે QUAD દેશો (ભારત, ઓસ્ટ્રેલીયા, જાપાન, અમેરિકા)ની પણ બેઠક મળી શકે છે. તેમણે જણાવ્યુ હતું કે ભારત અને અમેરિકા, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિય કરી રહ્યું છે.