રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2024 (15:16 IST)

Pune Viral Video: જ્યારે વ્યક્તિએ નોકરી છોડવાનું નક્કી કર્યું, તેના મિત્રો ઢોલ સાથે ઓફિસ પહોંચ્યા, વીડિયો થયો વાયરલ

ઓફિસના Toxic વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બીજો વિકલ્પ મળે તો નોકરી છોડી દેવાથી આત્માને ઘણો સંતોષ મળે છે. ઘણા લોકો ઓફિસમાં તેમનો છેલ્લો કામકાજનો દિવસ મિત્રો અને ખાસ સાથીદારો સાથે ઉજવે છે. પરંતુ પુણેમાં એક વ્યક્તિએ કંઈક એવું કર્યું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

ઓફિસથી હેરાન  હતો


 
છેલ્લા કામકાજના દિવસની ઉજવણી કરવા માટે, અનિકેત નામના વ્યક્તિએ ઓફિસની બહાર ડ્રમર્સ ગોઠવ્યા અને જોરશોરથી ડાન્સ કર્યો. ઓફિસના ઘણા સાથીઓએ પણ અનિકેતને ડાન્સમાં સાથ આપ્યો. સૌથી ખાસ વાત એ હતી કે આ દરમિયાન તેના બોસ પણ ત્યાં હાજર હતા અને આ સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યા હતા.