સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 માર્ચ 2024 (16:44 IST)

રાધિકા મર્ચન્ટ: પોલિટિકલ સાયન્સના અભ્યાસથી લઈ અંબાણી પરિવારનાં પુત્રવધૂ બનવાની કહાણી

radhika merchant
Radhika Merchant- જ્યારે મેં રાધિકાને જોઈ તો મારા દિલની ધડકનો વધી ગઈ. હું તેમને સાત વર્ષ પહેલા મળ્યો હતો. જોકે, મને હજૂ પણ એવું લાગે છે કે હું તેમને કાલે જ મળ્યો હોય. હું પોતાને 100 ટકા ભાગ્યશાળી માનું છું કે હું રાધિકાને મળ્યો."
 
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ કાર્યક્રમ ગુજરાતનાં જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અનંત અંબાણીએ રાધિકા વિશે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
 
આ ત્રણ-દિવસીય પ્રી-વેડિંગ સમારોહમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, રિહાના જેવી આંતરરાષ્ટ્રીય વેપાર અને મનોરંજન જગતની હસ્તીઓ સામેલ હતી.
 
રાધિકા જલદી જ ભારતનાં સૌથી અમીર પરિવારનાં પુત્રવધૂ બનશે. અનંત અંબાણી મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાં સૌથી નાના છે.
 
ડિસેમ્બર 2022માં રાધિકા આરંગેત્રમ સમારોહથી ખબરોમાં ચમક્યાં હતાં.
 
શાસ્ત્રીય નૃત્યની વર્ષોની તાલીમ પૂર્ણ થયા બાદ કરવામાં આવતા નૃત્ય પ્રદર્શનના પ્રથમ જાહેર કાર્યક્રમને આરંગેત્રમ કહેવાય છે.
 
જ્યારે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
 
રાધિકા કોણ છે?
રાધિકા ભારતીય ફાર્મસી કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચન્ટનાં દીકરી છે.
 
રાધિકાએ પોતાનું શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જૉન કૉનન સ્કૂલ તથા ઇકોલો મોડિંયલ વર્લ્ડ સ્કૂલમાંથી મેળવ્યું છે.
 
ત્યાર પછી તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રની ડિગ્રી મેળવી.
 
આ સિવાય તેમણે ઇસ્પ્રવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું.
 
રાધિકા હાલમાં એન્કોર હેલ્થકેરનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે.
 
આ સિવાય તેમણે વર્ષો સુધી ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ લીધી. 2022માં આ કાર્યક્રમની પ્રસ્તુતિ દરમિયાન તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
 
રાધિકાની લિંક્ડઇન પ્રોફાઈલ અનુસાર તેમણે બિઝનેસ સિવાય નાગરિક અધિકાર, આર્થિક સશક્તિકરણ, શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા વિષયોમાં રૂચી છે.
 
 
જ્યારે મેં રાધિકાને જોઈ તો મારા દિલની ધડકનો વધી ગઈ”
સેમ્બર 2022માં અનંત અને રાધિકાએ રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી.
 
જોકે, કહેવાય છે કે અનંત અને રાધિકાની મુલાકાત અભ્યાસનાં વર્ષો દરમિયાન થઈ હતી.
 
અનંત અંબાણીના કહેવા પ્રમાણે તેઓ એક-બીજાને સાત વર્ષથી ઓળખે છે.
 
ઇશા અંબાણીનાં લગ્ન સમારોહ પછીથી જ રાધિકા અંબાણી પરિવાર સાથે જોવા મળ્યાં હતાં.
 
શનિવારે જ્યારે અનંત અંબાણીએ રાધિકા વિશે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. ત્યાર પછી તેમણે કહ્યું, “જ્યારે મેં રાધિકાને જોઈ તો મારા દિલની ધડકનો વધી ગઈ. હું તેમને સાત વર્ષ પહેલા મળ્યો હતો. જોકે, મને હજૂ પણ એવું લાગે છે કે હું તેમને કાલે જ મળ્યો હોય.”
 
રાધિકા અને અનંત આ વર્ષે 12 જુલાઈના રોજ લગ્ન કરશે.