રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (14:44 IST)

રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ સમાપ્ત, કોર્ટની સજા બાદ લેવાયો નિર્ણય

Rahul Gandhi
Rahul Gandhi Parliament Membership: માનહાનિ કેસમાં સૂરત કોર્ટ દ્વારા સજા સંભળાવ્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને બીજો ઝટકો લાગ્યો. તેમની 
 
સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. જણાવીએ કે એક કોર્ટએ " મોદી સરનેમ"2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં, તેમને ગુરુવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોકી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે. 
 
કોર્ટએ સજા સંભળાવ્યા પછીથી જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ ખતરામાં આવી ગઈ હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલ વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી તે જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. 
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.