ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 19 માર્ચ 2023 (17:42 IST)

રાહુલ ગાંધીના ઘરે દિલ્હી પોલીસના પહોંચવા પર કૉંગ્રેસનો સવાલ

ભારત જોડો યાત્રા દરમિયાન મહિલાઓ પર થઈ રહેલા જાતીય શોષણને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે દિલ્હી પોલીસ રવિવારે તેમના ઘરે પહોંચી હતી.
 
રાહુલ ગાંધીના ઘર પર પોલીસના આવવાનો કૉંગ્રેસ વિરોધ કર્યો છે અને કૉંગ્રેસ કાર્યકરો પણ પ્રદર્શન કરી રહ્યા છે.
 
સ્પેશિયલ કમિશ્નર (કાયદા વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે, " દિલ્હી પોલીસની રાહુલ ગાંધી સાથે બેઠક થઈ ગઈ છે. અમે તેમની પાસેથી જે માહિતી માગી છે અમે તે આપશે. તેમને એક નોટિસ આપવામાં આવી છે, નોટિસ તેમના કાર્યલયે પ્રાપ્ત કરી છે."
 
વધુમાં તેમણે કહ્યું કે, અમે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અમને માહિતી મળી નહોતી, આજે ત્રણ વખત પોલીસ તેમના નિવાસસ્થાન પર ગઈ હતી પરંતુ અત્યાર સુધી સાંસદસભ્યે કોઈ માહિતી આપી નથી."
 
સ્પેશિયલ કમિશ્નરે કહ્યું કે 30 જાન્યુઆરીના શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યાત્રા દરમિયાન કેટલીક મહિલાઓ મળી હતી જે રોતી હતી. તેમની સાથે બળાત્કાર થયો હતો. હવે તેમને આ માહિતી ભેગી કરવામાં સમય લાગશે પરંતુ તેઓ જલદી માહિતી આપશે.
 
રાહુલ ગાંધીના ઘર પર પોલીસ પહોંચ્યા બાદ કૉંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આક્રામક વલણ અપનાવ્યું છે.
 
તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી નોટિસનો જવાબ આપી રહ્યા છે તો પોલીસ તેમના ઘરે કેમ ગઈ.
 
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને તેમના આ નિવેદન પર નોટિસ મોકલી હતી જેમાં તેમની પાસેથી કેટલાક સવાલોના જવાબ માગવામાં આવ્યા હતા.
 
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું, " ગૃહમંત્રાલય અને ઉપરથી આદેશ સિવાય આ સંભવ નથી કે પોલીસ અહીંયા સુધી પહોંચે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નોટિસ મળી છે અને તેઓ જવાબ આપશે છતાં પોલીસ પહોંચી છે."
 
તેમણે કહ્યું કે, "તેમની હિંમત કેવી રીતે થઈ કે તેઓ અહીંયા સુધી પહોંચ્યા. સમગ્ર દેશ તેમની હરકતો જોઈ રહ્યો છે. દેશ તેમને માફ નહીં કરે. આજની હરકત ખૂબ ગંભીર છે. તપાસથી કોઈ ઇન્કાર નહીં કરી શકે."
 
તો કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, "અમે ઘટનાક્રમનો નિયમ અનુસાર જવાબ આપશું પરંતુ આવી રીતે આવવું કેટલું યોગ્ય છે? ભારત જોડો યાત્રાને ખતમ થઈને આજે 45 દિવસ થઈ ગયા છે, એ લોકો આજે પૂછી રહ્યા છે. તેઓ દેખાય છે કે સરકાર ગભરાઈ છે. અત્યારે મને અંદર જવાથી રોકવામાં આવ્યો. કેમ રોકવામાં આવ્યો. આ રસ્તો છે અહીંયા કોઈ પણ આવી શકે છે."
 
ત્યારે જ કૉંગ્રેસ કમ્યુનિકેશન પ્રભારી જયરામ રમેશે પણ પોલીસના પહોંચવાની ટીકા કરી હતી.
 
તેમણે કહ્યું કે, "ભારત જોડો યાત્રાને સમાપ્ત થયાને 45 દિવસ થઈ ગયા છે. તેઓ 45 દિવસ પછી સવાલ પૂછે છે. જો તેમને એટલી ચિંતા હતી તો તેઓ ફેબ્રુઆરીમાં જ તેમની પાસે કેમ ન ગઈ? રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કાયદા અનુસાર આનો જવાબ આપશે."