શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (14:08 IST)

પુત્ર જીવક બીજ દવા વિવાદ પર રામદેવનો જવાબ - ન બાબા કો બચ્ચા પૈદા કરના હૈ ન મોદી કો

દિવ્ય ફાર્મસીની દવા પુત્ર જીવક બીજ પર મચેલા વિવાદ પર શુક્રવારે બાબા રામદેવે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ. રામદેવે દવાને લઈને સવાલ ઉઠાવનારા પર જોરદાર નિશાન તાક્યુ. બાબા રામદેવે કહ્યુ કે આ દવા ફક્ત પુત્ર નહી પણ સંતાનોત્પત્તિના માટે છે.  તેમણે કહ્યુ કે ફકીર દ્વારા વજીર પર આરોપ લગાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. રામદેવે કહ્યુ કે કેટલાક લોકો તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.  અને તેમના દ્વારા  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે.  રામદેવે કહ્યુ, "ન બાબા કો બચ્ચા પેદા કરના હૈ, ન મોદી કો બચ્ચા પેદા કરના હૈ." 
 
બાબા રામદેવે કહ્યુ કે આ દવાનુ બધી ભાષાઓમાં આ જ નામ છે અને દવાના નામને ખોટી રીતે લેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે આ દવા ફક્ત પુત્ર જન્મ માટે નથી. પણ સંતાન જન્મ માટે છે. આને લઈને જો કોઈ આપત્તિ છે તો તેઓ આગામી સ્ટોકમાં તેના પેકેટ પર એક લાઈન લખાવવા તૈયાર છે કે આ દવાનુ પુત્ર જન્મ સાથે કોઈ લેવા દેવા નથી.  તેમણે કહ્યુ કે આ દવાને કાયદેસર રીતે વેચવામાં આવી રહી છે.  
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાજ્યસભામાં જેડી(યૂ) સાંસદ કેસી ત્યાગીએ આરોપ લગાવ્યો હતો કે બાબા રામદેવની દિવ્ય ફાર્મસી પુત્રજીવક બીજ ના નામથી પુત્ર જન્મ કરવાની દવા વેચે છે અને તેના પર પ્રતિબંધ લગાડવો જોઈએ. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 
 
આ મુદ્દે શુક્રવારે દિલ્હીમાં બાબા રામદેવે પોતાનો પક્ષ મુક્યો. તેમણે કહ્યુ કે જે લોકો આ દવાને લઈને ગેરસમજ ફેલાવી રહ્યા છે  તેમને આર્યુર્વેદની માહિતી નથી. રામદેવે કહ્યુ કે સંસદમાં લોકો બિનજરૂરી મુદ્દા ઉઠાવી રહ્યા છે. ગરીબી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાને ગૌણ કરી મોદી અને તેમને બદનામ કરવાના બિનજરૂરી મુદ્દા ઉઠાવી રહ્યા છે.