બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (12:58 IST)

Rinku Sharma Murder in Delhi: લોહીથી લથપથ થઈ હતી ગલી... રિકૂં શર્માની માતાએ જણાવ્યુ એ રાત્રે શુ થયુ હતુ

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં બજરંગ દળ કાર્યકર્તા રિંકુ શર્માની હત્યા પછી તનાવનુ વાતાવરણ છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી છે. બીજેપી નેતા કપિલ મિશ્રા અભિનેત્રી કંગના રનૌત સ હિત અનેક લોકો આ મામલે ચુસ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આવો જાણીએ કે આ હત્યા પર કોણે અત્યાર સુધી શુ કહ્યુ.. 
 
એક ચેનલ સાથેની વાતચીતમાં મૃતક રિંકુની માતા રાધા શર્માએ કહ્યુ કે પરમ દિવસે રાત્રે મારા પુત્રને ખેંચી લીધો. મિત્રએ બર્થડે પાર્ટીમાં બોલાવ્યો હતો. તેની તબિયત સારી નહોતી, છતા તે ગયો. પરત આવ્યો તો તેને ઘરમાંથી ખેંચીને લઈ ગયા અને પછી ચપ્પુના ઘા કર્યા. એટલુ લોહી વહી રહ્યુ હતુ કે આખી ગલી લોહીથી ભરાય ગઈ. 
 
બીજેપી નેતા કપિલ મિશ્રાએ રિંકુ શર્માની હત્યા પર કહ્યુ, 'આ બધા આરોપી પકડાય જવા જોઈએ અને તેમની સજા ફક્ત ફાંસી છે. દિલ્હી પોલીસને ચિંતા કરવી જોઈએ કે દિલ્હીમાં આ રીતે હત્યાઓ કેમ થઈ રહી છે. શુ આ ફક્ત એક જુદી ઘટના છે કે પછી તેની પાછળ કોઈ મોટુ ષડયંત્ર છે. રિંકુ શર્માજીના પરિવારને ન્યાય મળવો જ જોઈએ, પરંતુ સવાલ એ છે કે ક્યા સુધી આપણે આપણા ભાઈઓ અને પુત્રોને આ રીતે ગુમાવતા રહીશુ. 
 
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે પણ આ મામલે પોતાનુ નિવેદન આપ્યુ છે. કંગનાએ એક વીડિયોને રિટ્વીટ કરતા કહ્યુ કે રિંકુ શર્માના પિતાનુ દુખ અનુભવો. એક હિન્દુને લિંચ કરવામાં