રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 એપ્રિલ 2023 (10:44 IST)

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં RSSનું શક્તિ પ્રદર્શન, ડો. મોહન ભાગવતે કહ્યું દેશમાંથી ભેદ સમાપ્ત થાય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. "સમાજશક્તિ સંગમ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. ડો. ભાગવતે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું કે તેમણે કહ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ આજે ઉજવાઈ રહ્યો છે. દેશમાં ભેદ સમાપ્ત થઈ જાય. સારી સંપત્તિ અને પ્રતિભા જેમને લગાવી એમનું સમરણ કરીએ છીએ. દર મહિનાની 14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે. એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય જાય છે. આપણા દેશને સામર્થ્ય સંપન્ન અને વિશ્વમાં માર્ગદર્શન આપતું મહાન કાર્ય જે કદમ આગળ વધ્યો એ 14 એપ્રિલે થયો. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી કે કોઈએ ધ્યાન નથી આપ્યું. પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. દેશમાં વિદેશી નહિ જોઈએ આપણે આપણું રાજય એટલે જોઈએ કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. દેશમાં વિદેશી નહીં જોઈએ આપણે આપણું રાજ્ય એટલે જોઈએ. કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. સ્વતંત્ર બનવા સ્વતંત્ર થયા છીએ.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ હાજર રહ્યા છે. આ પહેલાં મોહન ભાગવતે સ્ટેજ પર આવતાની સાથે ડો. બાબા આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. RSSના સ્વંયમસેવકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંઘના ધ્વજને લહેરાવીને સાંધીક ગીત ગાવવામાં આવ્યું હતું.