શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (15:52 IST)

Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેનમાંથી અંદાજે દસ લાખ લોકો આસપાસના દેશો છોડીને ગયા છે.
 
આ સ્થળાંતર રશિયાના હુમલાના સાત દિવસ દરમિયાન જ થયું છે.
 
સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ અપીલ કરી હતી કે બંદૂકો શાંત થવી જોઈએ જેથી દેશમાં રહેલા લાખો લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાડી શકાય.
 
એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે કુલ 12 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. 
 
જેની સામે આ વખતે માત્ર એક અઠવાડિયામાં જ દસ લાખ લોકોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.