શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 18 જાન્યુઆરી 2020 (18:15 IST)

CM ઉદ્ધવ ઠાકરેએ Pathri ગામને બતાવ્યુ Sai Baba નું જન્મ સ્થાન, વિરોધમાં શિરડી બંધનુ એલાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના એક નિવેદનમાં પાથરી ગામને સાઈબાબાનુ જન્મ સ્થળ બતાવ્યુ હતુ. જ્યારબાદથી જ શિરડીના રહેવાશીઓમાં આક્રોશ છે. જેને લઈને રવિવારથી શિરડીમાં હોટલ, આશ્રમો સહિત દુકાનો બંધ કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે. શિરડી નિવાસી બધી હોટલ, દુકાન ચા ની દુકાન બધુ બંધ રાખવાના છે.  મંદિરમાં કોઈપણ જઈને દર્શન કરી શકે છે. મંદિર ખુલ્લુ રહેશે.  એટલે કે મંદિરમાં દર્શન તો કરી શકો છો પણ ન તો રહેવા ખાવાની સુવિદ્યા મળશે કે ન તો પૂજા પાઠ સાથે જોડાયેલ સામાન. શનિવારે આ મુદ્દે બેઠક બોલાવાઈ છે. 
 
આપને જણાવી દઇએ કે, 9 મી જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદના સાંઇબાબાના કથિત જન્મસ્થળ પાથરી શહેર માટે 100 કરોડના વિકાસ ભંડોળની જાહેરાત કરી હતી. શિરડીના લોકો મુખ્યમંત્રીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે જો સરકાર પાથરી અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ કોર્ટમાં જશે.
 
સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી, અશોક ખામબેકર કહે છે કે સાંઇબાબાએ ક્યારેય કોઈને તેમના જન્મ, ધર્મ વિશે જણાવ્યું ન હતું. બાબા બધા ધર્મનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ખોટી માહિતી આપવામાં આવી છે. ખાંડેકર કહે છે કે મુખ્યમંત્રીએ સૌ પ્રથમ સાઈ સત્ ચારનો અભ્યાસ કરવો જોઈએ અને તે પછી નિર્ણય લેવો જોઈએ.
 
અશોક ખંડેકરે જણાવ્યું હતું કે અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સાંઈબાબાના જન્મસ્થળ વિશે આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ 1 ઓક્ટોબર 2018 ના રોજ સાંઇ બાબા સમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પથરી ગામ સાઇબાબાનું જન્મસ્થળ છે અને હું તેના વિકાસ માટે કામ કરીશ. રાષ્ટ્રપતિના આ નિવેદનનો પણ તે સમયે વિરોધ કરવામાં આવ્યો હતો.