રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 નવેમ્બર 2024 (13:17 IST)

સંભલમાં પથ્થરમારો બાદ જામા મસ્જિદનો સર્વે પૂર્ણ, સ્થિતિ તંગ, 3 PAC કંપનીઓ તૈનાત

Survey Of Jama Masjid Of Sambhal: પશ્ચિમી ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સ્થાનિક લોકોનો વિરોધ હિંસક બની ગયો હતો. અદાલતે મસ્જિદમાં સરવેનો આદેશ આપ્યો હતો.
 
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે આંસુ ગૅસનો ઉપયોગ કર્યો હતો અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
 
જામા મસ્જિદના હરિહર મંદિર હોવાનો દાવો કરતા મંગળવારે સંભલની અદાલતમાં એક અરજી કરવામાં આવી હતી, ત્યાર બાદ અદાલતે મસ્જિદ પરિસરના સરવેનો આદેશ આપ્યો હતો.



 
ટીમે મસ્જિદમાં મંગળવારે સરવે કર્યો હતો.
રવિવારે સવારે ટીમ ફરીથી મસ્જિદનો સરવે કરવા પહોંચી હતી. આ દરમિયાન લોકોએ સરવે કરવા આવેલી ટીમનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો થયો હતો.
 
"સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પરિસ્થિતિ અચાનક તણાવપૂર્ણ થઈ ગઈ."
 
સરવે ટીમ સવારે છ વાગ્યે મસ્જિદ પરિસર પહોંચી હતી. ટીમના મસ્જિદ પહોંચવાના સમાચાર આવ્યા બાદ મસ્જિદ પરિસરની આસપાસ લોકો એકત્ર થવા લાગ્યા.
 
વહીવટીતંત્રે પહેલાંથી જ મસ્જિદ પરિસરની પાસે સુરક્ષા બંદોબસ્ત કરી રાખ્યો હતો. સંભલના એસપી કૃષ્ણકુમારે ત્રણ દિવસ પહેલાં બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે.
 
એક સ્થાનિક નિવાસી અનુસાર, અત્યારે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.