શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2024 (15:30 IST)

Sikkim Flood Heavy Rain - રસ્તાઓ અને ઘર વહી ગયા, 6 ના મોત અનેક ગાયબ અને 1500થી વધારે ટુરિસ્ટ અટવાયા, જુઓ Video સિક્કિમમાં વરસાદે કેવી મચાવી તબાહી

ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશીઓ સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે મિન્ટોકગંગમાં એક બેઠક યોજી હતી. ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થયું છે.

 
6 લોકોના મોત થયા છે અને 2 લોકો ગુમ છે. એક ગંભીર રીતે ઘાયલ છે.
 
તિસ્તાની જળ સપાટી ખતરાના નિશાનને વટાવી ગઈ છે. NH-10ના રસ્તાઓ પર ભારે પૂર આવ્યું છે.
 
 
પ્રવાસીઓ માટે સલાહ - પ્રવાસીઓ સુરક્ષિત છે અને સ્થાનિક અધિકારીઓએ તેમને પોતપોતાના સ્થળોએ રહેવા અને જોખમ લેવાનું ટાળવા જણાવ્યું છે.

 
ભૂસ્ખલનની ચપેટમાં અનેક મકાનો - વરસાદના કારણે પૂર્વ સિક્કિમના લોઅર ટિંટેક વોર્ડમાં ભૂસ્ખલનથી કેટલાય મકાનોને નુકસાન થયું છે. મરચાકમાં સિંગતમ-ડીકચુ રોડ ધોવાઈ ગયો છે.
 
 
વીજ થાંભલા વહી ગયા  -ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેણે રસ્તાઓ બંધ કરી દીધા અને ઘણા ઘરો ડૂબી ગયા અથવા નુકસાન થયું, જ્યા
 
નવો બનેલો પુલ પણ ધરાશાયી - મંગન જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું. સાંગકલંગમાં એક નવો બંધાયેલ પુલ તૂટી પડ્યો છે, જેના કારણે ઉત્તર સિક્કિમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા છે.
 
રાહત કાર્યમાં એકત્ર થયા લોકો - એક વાંસનો પુલ પણ તૂટી ગયો છે. ફિડાંગ ખાતે પુલ બાંધવાના પ્રયાસો ચાલુ છે જેથી ત્યાં રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરી શકાય.