ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (16:11 IST)

Maharashtra: ''બટેંગે તો કટેંગે' નો નારો યોગ્ય નથી, ભાજપા નેતા અશોક બોલ્યા - હુ આના પક્ષમા નથી

ashok chavan
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણએ કહ્યુ છે કે બટેગે તો કટેંગે નુ સ્લોગન  યોગ્ય નથી. સાથે જ આ મેળ પણ ખાતુ નથી અને લોકો પણ પસંદ નહી કરે. ભાજપા સાંસદે વોટ જિહાદ બનામ ધર્મયુદ્ધની નિવેદનબાજીને પણ વધુ મહત્વ ન આપ્યુ. 
 
પૂર્વ સીએમ બોલ્યા - હુ એવા નારાના પક્ષમાં નથી 
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 20 નવેમ્બરના રોજ થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટનીમાં પોતાની રેલીઓમાં બટેંગે તો કટેંગે નુ સ્લોગન બોલતા રહ્યા. જ્યારે આ અંગે અશોક ચૌહાણને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે આની કોઈ જરૂર નથી. ચૂંટણી સમયે સ્લોગન આપવામાં આવે છે. પણ આ સ્લોગન યોગ્ય નથી  અને મને નથી લાગતુ કે આને લોકો પસંદ કરશે. વ્યક્તિગત રૂપે હુ આવા સ્લોગનના પક્ષમાં નથી. 
 
વોટ જિહાદ વિરુદ્ધ ધર્મ જિહાદને પણ નકાર્યુ 
અશોક ચવ્હાણે મહારાષ્ટ્રના નાંદેડના અર્ધાપુરમાં કહ્યું, 'દરેક રાજનેતાએ ઘણું વિચારીને નિર્ણય લેવો પડે છે. આપણે એ પણ જોવું પડશે કે કોઈની લાગણી દુભાય નહીં. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે 'વોટ જેહાદ'નો મુકાબલો મતોના 'ધર્મ યુદ્ધ'થી થવો જોઈએ. ચવ્હાણે કહ્યું કે મહાયુતિ અને ભાજપની નીતિ વિકસિત ભારત અને વિકસિત મહારાષ્ટ્ર છે. તેણે કહ્યું કે હું તેને વધારે મહત્વ આપતો નથી. મારો એકમાત્ર એજન્ડા વિકાસ છે. એટલા માટે પક્ષ બદલ્યા છતાં લોકો મારા સ્ટેન્ડની પ્રશંસા કરે છે.
 
બહુમત મેળવીને કરી લેશે મહાયુતિ ગઠબંધન 
 ઉલ્લેખનીય છે કે અશોક ચવ્હાણ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા હતા અને તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચવ્હાણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મરાઠા આરક્ષણની વધુ અસર થઈ. પરંતુ સામાન્ય ચૂંટણી બાદ રાજ્ય સરકારે અનામતને લઈને ઘણા નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે ચૂંટણીનો માહોલ સારો છે અને લોકોમાં ઉત્સાહ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે 288 સભ્યોની વિધાનસભામાં મહાયુતિને કેટલી સીટો મળશે? જવાબમાં ચવ્હાણે કહ્યું કે તેમણે રાજ્યના કેટલાક ભાગોની મુલાકાત લીધી છે પરંતુ તમામની નહીં, પરંતુ તેમણે કહ્યું કે તેઓ સરકાર બનાવવા માટે બહુમતી મેળવશે.