શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (16:52 IST)

કોણ છે સ્નેહા દુબે જેણે જેણે UNમાં પાકિસ્તાનની બોલતી કરી બંધ ?

ભારતે (India) પાકિસ્તાન (Pakistan) ની એકવાર ફરી વૈશ્વિક મંચ પર પોલ ખોલી છે. ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) દ્વારા લગાવેલા બેબુનિયાદી આરોપોને લઈને તેમના દેશ પર
હુમલો કર્યો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly) માં ભારતે કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદનુ સંરક્ષક છે અને અલ્પસંખ્યકોનુ દમન કરી રહ્યુ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબે  (Sneha Dubey)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે કહ્યુ, પાકિસ્તાન આગમાં ઘી નાખવાનુ કામ કરે છે.   જયારે સાચુ જોવા જઈએ તો તે આ માત્ર દેખાવો કરી રહ્યુ છે. 
 
સ્નેહા દુબેએ UNGA માં કહ્યુ આખી દુનિયાને પાકિસ્તાનની નીતિયોને કારણે નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે.  કારણ કે પાકિસ્તાન આતંકવાદીઓને ઉછેરે છે. તેમણે કહ્યુ, પાકિસ્તાન નેતા દ્વારા ભારતના આંતરિક મામલાને વિશ્વ મંચ પર લાવવા અને ખોટુ બોલીને આ પ્રતિષ્ઠિત મંચની છબિ ખરાબ કરવાનો એક વધુ પ્રયાસના જવાબમાં અમે અમારો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ. યુવા ભારતીય રાજનાયિકએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં એકવાર ફરી કાશ્મીરનો રાગ આલાપવાને લઈને પાકિસ્તાનની નિંદા કરતા કહ્યુ, આ પ્રકારના નિવેદન આપનરા અને ખોટુ બોલનારાઓની સામૂહિક રૂપે નિંદા કરવી જોઈએ. આવા લોકો પોતાની માનસિકતાને કારણે સહાનૂભૂતિને પાત્ર છે. 
 
કોણ છે સ્નેહા દુબે, જેણે પાકિસ્તાનની બોલતી કરી બંધ 
 
સ્નેહા દુબે 2012 બૈચની આઈએફએસ અધિકારી છે. જેણે ગોવા (Goa) થી પોતાનો શાળાકીય અભ્યાસ પુરો કર્યો છે. ત્યારબાદ તેમણે  પુણેના ફર્ગ્યૂસન કોલેજ (Fergusson College) માંથી પોતાનો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો. સ્નેહએ દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યૂનિર્વર્સિટી (Jawaharlal Nehru University) થી સ્કૂલ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝ (School of International Studies) થી એમફિલ કર્યુ છે. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારથી તે ભારતીય વિદેશ સેવામાં (Indian Foreign Services)સામેલ થવા માંગતી હતી.  તેમણે 2011માં પોતાના પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સેવા પરીક્ષા પાસ કરી.