શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (12:15 IST)

2023માં હાહાકાર મચાવશે આ બીમારી

Superbug- 2023માં હાહાકાર મચાવશે આ બીમારી - 2023 માં કોરોના પછી બીજુ સૌથી મોટુ ખતરો બનશે સુપરબગ, વર્ષભરમાં લઈ શકે છે  કરોડ લોકોની જીવ 
 
કોરોના મહામારી પછી થોડા દિવસો પહેલા અમેરિકામાં તીવ્રતાથી ફેલી રહ્યા સુપરબગના કારણે થઈ રહી મોતની સંખ્યા સતત વધી રહી છે. મેડિકલ જર્નલ લેન્સેટના 
 
અભ્યાસમાં આ અંગે ચોંકાવનારી બાબતો સામે આવી છે. 
 
છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાથી પીડિત છે. એક તરફ, દર વર્ષે એક નવા પ્રકાર સાથે, આ રોગચાળો લોકોને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ નબળા 
 
પાડી રહ્યો છે. તો બીજી તરફ અમેરિકામાં માનવીઓમાં ઝડપથી ફેલાતા સુપરબગએ સમગ્ર વિશ્વને ફરી ચિંતામાં મૂકી દીધું છે.
 
છેલ્લા કેટલાક વર્ષોમાં આ બેક્ટેરિયલ સુપરબગ મેડિકલ સાયન્સ માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવ્યો છે. આવી સ્થિતિમાં કોવિડ-19નું સંક્રમણ તેને વધુ ખતરનાક 
 
બનાવી રહ્યું છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ સૂચવે છે કે જો આ સુપરબગ આ રીતે ફેલાતો રહેશે તો દર વર્ષે 10 મિલિયન લોકો તેના કારણે મૃત્યુ પામી 
 
શકે છે.