1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 મે 2022 (13:15 IST)

શિક્ષકે કર્યું 60 વિદ્યાર્થિનીનું જાતીય શોષણ- 30 વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીનીઓનું થયું શોષણ,

કેરળના મલપ્પુરમથી એવી ઘટના સામે આવી છે જેનાથી દરેક કોઈના રૂંવાટા ઉભા થઈ ગયા. અહીં એક પૂર્વ શિક્ષકને પોલીસએ ધરપકડ કરી છે. કેવી શશિકુમાર પર આરોપ છે કે તે ગયા 30 થી 60 થી વધારે છોકરીઓનો શોષણ (teacher sexually abused to girls) અને છેડતી કરી રહ્યો હતો. આ બાબતે રાજ્યના શિક્ષામંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. પોલીસે જણાવ્યુ કે આરોપીની સામે તપાસ કરાઈ રહી છે. 
 
50 યુવતીઓએ ફરિયાદ નોંધાવી
KV શશીકુમાર સામેનો પહેલો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે તે જ શાળાના એક વિદ્યાર્થીએ ફેસબુક પોસ્ટ દ્વારા તેમના પર આરોપો લગાવ્યા. આ પછી 50થી વધુ વિદ્યાર્થીનીઓએ આરોપીઓ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી જ શશીકુમાર ફરાર થઈ ગયો હતો.