રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 13 ડિસેમ્બર 2021 (19:58 IST)

શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો, 14 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્ભયતાથી જોવા મળે છે. હવે આતંકવાદીઓએ શ્રીનગરની બહાર જેવાનમાં પોલીસ બસ પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો જેવાન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે. વહેલી સવારે શ્રીનગરના જ રુગરત વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.