રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (11:39 IST)

રાજ ઠાકરે સાથે દોસ્તી પર ઉદ્દવ બોલ્યા, શિવસેના પોતાના દમ પર એકલી ચૂંટણી લડશે

નગર નિગમ ચૂંટણીમાં ગઠબંધન માટે મનસેના શિવસેનાના દરવાજા પર દસ્તક આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ગઠબંધનને લઈને તેમની પાસે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો અને તેમની પાર્ટી એકલી ચૂંટણી લડશે.  શિવસેના અધ્યક્ષે કહ્યુ, અમે પૂરા સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશુ. ગઠબંધનને લઈને કોઈ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. અમે કોઈ સાથે ગઠબંધન નહી કરીએ.  અમે પોતના બળ પર ચૂંટણી લડીશુ. ઉદ્ધવના નિવેદન પર મનસે નેતા બાલા નંદગાવકરે કહ્યુ, "હુ પોતે માતોશ્રી ગયો હતો અને મુંબઈના હિતમાં ગઠબંધનનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ જો ઉદ્દ્વ ઠાકરે કહે છે કે કોઈ પ્રસ્તાવ નથી આપવામાં આવ્યો તો પછી હુ ખોટુ બોલી રહ્યો છુ."
 
બીજી બાજુ મનસેના એક સૂત્રએ કહ્યુ કે શિવસેનાને આપેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે મનસેને એ સીટો આપવામાં આવે જે હાલ તેની પાસે છે.  બીએમસીમં મનસેના 28 નગરસેવક છે. રાજ ઠાકરેના નેતૃત્વવાળી મનસેના સૂત્રોએ કહ્યુ હતુ કે શિવસેના સાથે તાલમેલ બેસાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા સમજૂતી કરવાથી ઈનકાર કરી ચુકેલી શિવસેના ભાજપા વગર જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજનીતિક માહિતગારોનુ કહેવુ છે કે મનસે એક રીતે વિશ્વાસની કમી અને વિશ્વસનીયતાના સંકટ સામે લડી રહી છે.