રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (15:38 IST)

મંડપમાંથી દુલ્હન પ્રેમી સાથે ફરાર

dulhan
બિહારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લગ્ન પહેલા જ દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેના કારણે વરરાજા અને જાનૈયાઓને નવવધુ વગર ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. 
 
ઉલ્લેખનીય છે કે દુલ્હન જેની સાથે ભાગી ગઈ તેઓ સંબંધમાં કૌટુંબિક ભાઈ-બહેન થતાં હતા. બંને વચ્ચે છેલ્લા ઘણા વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જ્યારે આ વાતની જાણ પરિવારને થઈ તો તેમણે પણ વિરોધ કર્યો હતો અને બંને પક્ષ વચ્ચે ઉગ્ર ઝઘડો પણ થયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, કલ્યાણપુર ગામમાં રહેતા કારુ યાદવની દીકરી આરતી કુમારીના લગ્ન 13 માર્ચે થવાના હતા. જો કે, કોઈ કારણથી તારીખ બદલીને 14 માર્ચ રાખવાની હતી. આ માટે ઝારખંડના દેવઘરથી જાન આવી હતી. બંનેના પરિવારમાં ઉત્સાહનો માહોલ હતો. મંડપને સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો અને જાનૈયા પણ ડીજેના તાલે ડાન્સ કરી રહ્યા હતા. જ્યારે લગ્નમંડપમાં બેઠેલો વરરાજા વિધિમાં વ્યસ્ત હતો ત્યારે દુલ્હન મોં ધોવાના બહાને ઘરમાં ગઈ હતી અને ઘણા સમય સુધી રાહ જોયા બાદ પણ પરત આવી નહોતી. પરિવારના સભ્યાએ જ્યારે તપાસ કરી તો તે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 
 
આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. દુલ્હન ભાગી ગઈ હોવાની જાણ જ્યારે વરરાજા પક્ષને થઈ તો તેઓ નિરાશ થયા હતા અને બંને પરિવાર વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો. જો કે, પરસ્પર સમજૂતીથી બધું થાળે પડ્યું હતું અને જાન પરત ફરી હતી. 
 
લગ્નના દિવસે દુલ્હન ભાગી ગઈ અને એ પણ સંબંધમાં જે તેનો ભાઈ થતો હતો તેની સાથે... આ વાત તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. દુલ્હન પોતાની સાથે સોનાના ઘરેણાં અને રોકડ રકમ પણ લઈ ગઈ હતી. ઘટના વિશે જાણ થતાં જ પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને દુલ્હન જેની સાથે ભાગી હતી તેના માતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગમે ત્યાંથી પ્રેમીપંખીડાને તેઓ શોધી કાઢશે તેવું વચન પોલીસે બંનેના પરિવારને આપ્યું હતું