રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (15:04 IST)

ત્રણ તલાકની આ કહાનીઓ તમે સાંભળી કે નહી અહીં જાણો શું શું થયું- ત્રણ તલાકથી

30મી જુલાઈએ રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે હવે રાષ્ટપતિની મંજૂરી પછી કાયદો બનશે. 
 
ત્રણ તલાક બિલમાં શું થતુ હતું?  
ટ્રિપલ તલાક એટલે મુસ્લિમ પુરુષ એકસાથે જ ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલીને તલાક આપી દે. ત્રણ તલાકમાં 'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ, વ્હાટસએપ પર મેસેજ આપી, લખીને કે બોલીને એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે. 
 
આ રીતે તાત્કાલિક છૂટાછેડા આપી દેવામાં આવે છે અને આ સંજોગોમાં છૂટાછેડાના નિર્ણયને ફરીથી બદલી શકાતો નથી.
આ બિલમાં ટ્રિપલ તલાકને કૉગ્નિસેબલ ગુનો ગણે છે, જે પોલીસ અધિકારીને વૉરંટ વિના આરોપીની ધરપકડ કરવાનો પાવર આપે છે.
ટ્રિપલ તલાક થયા હોય એવા કિસ્સામાં જો અન્યાય થયો હોય તે મહિલા કે તેમના કોઈ સંબંધી ફરિયાદ નોંધાવે તો જ આ બિલ અંતર્ગત તે ગુનો લેખાશે.
એવી દલીલ છે કે આ મામલે કૉગ્નિસેબલ ગુનાનો દુરુપયોગ અટકાવવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલમાં એવી જોગવાઈ છે કે ટ્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.
આવા કિસ્સામાં મૅજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ જામીન આપતા પહેલાં મૅજિસ્ટ્રેટે જે મહિલાને અન્યાય થયો હોય તેને સાંભળવા જરૂરી છે.
આ બિલમાં સમાધાન અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત બંને પક્ષો ઇચ્છે તો નિકાહ હલાલાની પ્રક્રિયામાં ગયા વિના કાયદાકીય કાર્યવાહી રોકીને સમાધાન કરી શકે છે.
ઉપરાંત આ બિલમાં જેમને તલાક આપવામાં આવ્યા હોય તે મહિલા પોતાના માટે અને તેના બાળક માટે ભરણપોષણ માગી શકે છે.
ભરણપોષણ કેટલું આપવામાં આવશે તે નક્કી કરવાના પાવર મૅજિસ્ટ્રેટને આપવામાં આવ્યા છે.
ટ્રિપલ તલાક બિલ અંતર્ગત છૂટાછેટા થયા હોય તે મહિલા તેના બાળકની કસ્ટડી મેળવવાનો અધિકાર ધરાવે છે. જે મામલે મૅજિસ્ટ્રેટ નિર્ણય લેશે.
 
 
કેવા-કેવા બનાવ બન્યા જાણો 
 
1. દહેજમાં મોટરસાઈકિલ ન આપી તો આપ્યું ત્રણ તલાક 
લખનઉમાં દહેજની માંગ પૂરી ન થતા એક મહિલાને સાઉદી અરબમાં રહેતા પતિએ ફોન પર ત્રણ તલાક આપી દીધું. ન્યૂજ એજેંસી મુજબ પોલીસ અધીક્ષક સભારાજ સિંહએ જણાવ્યું કે રૂપડીહા ક્ષેત્રની રહેનારી નૂરી(20) એ આ સંબંધમાં થાનામાં શિકાયત કરાવી. તેને કહ્યું કે એક વર્ષ પહેલા તેમનો લગ્ન રૂપડીહના નવી વસ્તીમાં રહેતા ચંદૂબાબૂથીએ થયું હતું. લગ્નના એક અઠવાડિયા પછી તે દહેજમાં મોટરસાઈકિલ અને 50 હજાર રૂપિયાની માંગ કરી. 
 
નૂરીએ જણાવ્યુ કે થોડા મહીના પછી તેમનો પતિ સાઉદી અરબ ચાલી ગયું. પણ તેમની સાસ અને નણદ દહેજની માંગણી કરીને તેને પ્રતાડિત કરતી રહી.એક દિવસ ચંદૂબાબૂનો ફોન આવ્યુ તેને પણ આ માંગણી કરી નૂરીએ ના પાડતા તેને ફોન પર જ ત્રણ તલાક આપી દીધું. 
 
2. શાક માટે પૈસા માંગ્યા તો આપ્યું ત્રણ તલાક 
3. દારૂ પીવાની ના પાડી તો આપ્યું ત્રણ તલાક 
4. 29 વર્ષની પત્નીને 62 વર્ષના પતિએ આપ્યું ત્રણ તલાક 
5. રોટી બળી જવાના કારણે પતિએ આપ્યું પત્નીને ત્રણ તલાક 
6. દહેજ નહી આપ્યુ તો 25 દિવસમાં આપ્યુ તલાક 
7. મોબાઈલથી SMS મોકલીને આપ્યું ત્રણ તલાક 
8. પત્નીએ મા થી હંસીને વાત કરી તો પતિ એ બોલ્યો તલાક.. તલાક.. તલાક..