ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2023 (09:48 IST)

Uttarakhand News: જ્યારે PM મોદીની બહેન CM યોગીની બહેનને મળ્યા, એકબીજાને ગળે ભેટીને કરી વાતચીત

modi yogi sister
modi yogi sister

Rishikesh News: જો તમારે સાદગી જોવી હોય તો દેશની બે મોટી તાકતવર હસ્તીઓની બહેનોને જુઓ. કેટલી સાદગીથી જીવી રહ્યા છે પોતાનું જીવન.  અમે વાત કરી રહ્યા છીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેનોની, જેઓ ઉત્તરાખંડમાં મળ્યા. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે.

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી પતિ હસમુખ સાથે ઋષિકેશના નીલકંઠ ધામમાં ભગવાન ભોલેનાથના દર્શને અને પૂજા કરવા આવ્યા હતા. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જલાભિષેક કરીને પરીવાર અને દેશ માટે સમૃદ્ધિની પ્રાર્થનાં કરી. વસંતીબેન ત્યારપછી પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામમાં ગયા હતા, જ્યાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને મળ્યા. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે ભેટી પડ્યા અને ઘર પરિવાર સાથે અન્ય વિષયો પર પણ ચર્ચા કરી.  
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેને પણ તેમની સાથે વિતાવેલી પળોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી. સાથે જ કહ્યું કે તેમના ભાઈ નરેન્દ્રભાઈ એ બીજા ભાઈ યોગી આદિત્યનાથ બધુ ત્યજીને દેશની સેવા માટે સમર્પતિ છે જે મારા અને મારા પરીવાર માટે ગર્વની વાત છે.  અમે બંને બહેનોને અમારા ભાઈઓ પર ગર્વ છે કે બંને દેશની સેવામાં લાગેલા છે.  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી પણ નરેન્દ્ર મોદીની બહેનને મલીને ખુશી વ્યક્ત કરી હતી  તેમણે કહ્યું કે મને તેમને મળીને બિલકુલ ન લાગ્યું કે અમે દેશના બે અલગ અલગ ભાગોમાંથી આવ્યા છીએ. તે મને મારી સગી બહેન જેવી જ લાગી.  અમારા બંનેમાં બધું સામાન્ય છે. તેમના ભાઈ પણ બધુ છોડીને દેશ સેવામાં લાગ્યા છે અને મારા ભાઈ માટે સર્વસ્વ છોડી દેશની સેવામાં લાગેલા છે. અમે બંને બહેનો જ છીએ