Udaipur Murder : ઉદયપુરની ઘટના પર બોલ્યા રાહુલ ગાંધી - ધર્મના નામ પર બર્બરતા સહન નહી કરી લેવાય, પ્રમુખ મુસ્લિમ સંગઠને આપી આ પ્રક્રિયા
નુપુર શર્માના પૈગમ્બર મોહમ્મદ પર આપેલ નિવેદન પર કથિત સમર્થન કરવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે યુવકો કાપડની માપણી કરાવવાના બહાને દરજીની દુકાને પહોંચે છે અને પછી તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરે છે. આ પછી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરમાં 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
મૃતદેહ પર રાજકારણઃ પૂનિયા
ઘટના અંગે રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, 'હું ભારતીય જનતા પાર્ટી પીડિત પરિવારની સાથે છું. આ મામલે રાજસ્થાન સરકારની નૈતિક જવાબદારી છે. રાજસ્થાનના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી માત્ર એક ટ્વિટ દ્વારા લોકોમાં સંવાદિતા પુનઃસ્થાપિત કરી શકતા નથી. લોકોના દિન દહાડે સર કલમ કરવામાં આવી રહ્યા છે અનેરાજ્યના વડા શાંતિ અને સૌહાર્દની અપીલ કરી રહ્યા છે. આ તેમનુ બેવડુ ચરિત્ર છે. લાશ પર રાજનીતિ થઈ રહી છે. તેમની કડક શબ્દોમાં નિંદા થવી જોઈએ. તેમણે પોતાનો રાજધર્મ ઠીક રીતે ન ભજવ્યો.
અપરાધીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે - મુખ્યમંત્રી ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, "હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાની ઊંડી તપાસ કરશે. હુ બધા પક્ષોને શાંતિની અપીલ કરુ છુ. આવા જઘન્ય અપરાધમાં સંડોવાયેલા દરેક વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે.
J&Kના ભૂતપૂર્વ DGP શેષ પાલ વૈદે એક ટ્વિટમાં કહ્યું, "આજે ઉદયપુરમાં જે બન્યું છે તેનાથી ગંભીર સાંપ્રદાયિક રમખાણો થઈ શકે છે. રાજસ્થાન સરકારે કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લેવાની અને બંને ગુનેગારોને સજા કરવાની જરૂર છે." અન્યથા તે કાયદાની નિષ્ફળતા હશે. અને વ્યવસ્થા તંત્ર અને કેન્દ્ર સરકારને આગળ વધવાની જરૂર છે. શું તે રાજસ્થાન છે કે અફઘાનિસ્તાન?
ઓવૈસીએ પણ હત્યાની નિંદા કરી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.