શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (13:43 IST)

Sangli Murder Case: ખાવામાં ઝેર નાખીને તાંત્રિકે કરી 9 લોકોની હત્યા, શરૂઆતી તપાસમાં પોલીસ માની રહી હતી સુસાઈડ

Sangli Murder Case
Sangli Murder Case: મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં સોમવારે 20 જૂનના રોજ બે ભાઈઓના પરિવારના નવ સભ્યોના મોતના મામલે પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલાને આત્મહત્યા નહી પણ હત્યા ગણાવી છે.  
 
પોલીસે કહ્યુ છે કે શરૂઆતની તપાસમાં જાણ થઈ છે કે આ હત્યા પૈસા માટે કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. સાંગલી પોલીસે સોમવારે 27 જૂનના રોજ બતાવ્યુ કે મામલામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ પહેલા આને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો હતો. 

બંને પરિવારના ભોજનમાં ભેળવ્યુ હતુ ઝેર 
 
સિંગલી જિલ્લાના એસપી દીક્ષિત ગેડમે જણાવ્યું કે હત્યાના સંબંધમાં એક તાંત્રિક અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ બાદ જાણવા મળ્યું કે બંને આરોપીઓએ પરિવારના નવ સભ્યોની હત્યા કરી છે. બંનેએ પરિવારના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું, જેના કારણે બધાના મોત થયા હતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
 
ઉલ્લેખનીય છે કે 20 જૂન, સોમવારના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી. સાંગલીના મિરાજના અંબિકાનગરમાં એક ઘરની અંદરથી 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહો માણિક વનમોર અને પોપટ વનમોર નામના બે સાચા ભાઈઓના પરિવારના હતા.
 
શરૂઆતી તપાસમાં શરીર પર ન મળ્યા જખમના નિશાન 
 
પોલીસએન શરૂઆતી તપાસમાં જાણ થઈ હતી કે કોઈના શરીર પર જખમના નિશાન હતા. પહેલા તો પોલીસને આ મામલાને આત્મહત્યા માનીને ચાલી રહી હતી. જો કે પોલીસને કોઈ સુસાઈડ નોટ નહોતી મળી. આગળની તપાસ પછી પોલીસે મર્ડર એંગલ પર તપાસ શરૂ કરી હતી. જ્યારબાદ પોલીસને સફળતા મળી.