1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (18:12 IST)

4 માસની પૌત્રીને દાદીએ મારી નાખી- દાદીએ બાળકીને જમીન પર પછાડી મારી નાખી.

Grandmother kills 4-month-old granddaughter - Grandmother knocks baby to death
લિસાડીગઢમાં રહેતી ફૌજિયાના સાસે અને પતિ દહેજના બહાને ઝગડો કરીને ચાર મહીનાની દીકરીને મારી નાખ્યો. દીકરીની માતાનો કહેવુ છે કે લગ્ન પછી જ્યારે બાળકની વાત શરૂ થઈ હતી ત્યારે જ સાસુએ  સ્પષ્ટ કહ્યું હતું કે છોકરો જ જોઈએ. સંબંધીઓ સામે પણ જાહેરમાં કહી દેતી કે- જો ભૂલથી પણ દીકરીને જન્મ આપ્યો તો જોઈ લેજે. તેને પણ મારી નાખીશ અને તને પણ નહીં છોડું. દાદીએ એ જ કર્યું, જે તેઓ કહેતા હતા. 
 
આ પીડા છે ફૌજિયાની જેના લગ્નને અઢી વર્ષ થઈ ગયાં છે. ઉત્તરપ્રદેશના મેરઠની તે પીડિત માતાની, જેણે પોતાની 4 મહિનાની બાળકી ગુમાવી દીધી છે. 
 
ફૌજિયાનો કહેવુ છે કે એની સાસુ તેને અવારનવાર ત્રાસ આપે છે અને દહેજ માટે ઝગડો કરે છે. 14 જૂનના રોજ સાસુએ નિર્દોષ બાળકીને જમીન પર પછાડી અને એને કારણે એનું મોત થઈ ગયું.
 
ફૈજિયાએ કહ્યું, મારી સાસુ કહેતી હતી કે જે દિવસે તે દીકરીને જન્મ આપ્યો એ દિવસથી સમજી લે જે કે તારા આ ઘરમાં દાણા-પાણી પૂરા. દીકરીના જન્મ પછી મારી સાસુએ મારી બાજુમાં નાની બાળકીને સૂતેલી જોઈ કે તે ગુસ્સે થઈ ગઈ હતી. એ તો એ જ દિવસે મારી દીકરીને મારવા માગતી હતી, પરંતુ મેં બચાવી લીધી, પરંતુ હું વધારે સમય તેને ના બચાવી શકી. 14 જૂને મારી દીકરીને મારી સાસુએ મારી નાખી.