સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (11:35 IST)

વડોદરામાં માતા-પુત્રી વચ્ચેના ખટરાગનો કરુણ અંજામઃ પ્રેમી છીનવાઈ જવાના ડરે 13 વર્ષની દીકરીને ઉપરાઉપરી ચાકુના 20 ઘા ઝીંક્યા

Crime
છૂટાછેડા લીધેલી માતાએ પોતાના જીવનસાથી તરીકે પુરુષ મિત્ર સાથે વિકસાવેલા સંબંધમાં પુરુષે પુત્રી પર પણ દાનત બગાડી હોવાની શંકા જતાં માતા-પુત્રી વચ્ચે ચાલી રહેલા ખટરાગનો કરુણ અંજામ આવ્યો હતો. મંગળવારે બપોરે શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સમા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસસૂત્રો અનુસાર આજવા રોડ પર માતા દ્વારા પુત્રી પર થયેલા હિચકારા હુમલાની ઘટનાની વિગત એવી છે કે, 2013માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. દરમિયાન બે વર્ષ અગાઉ 39 વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. દરમિયાન પુત્રી યુવકની નજીક આવી હોવાનું જણાતાં અવાર-નવાર ઝઘડા થતા હતા, જેનો કરુણ અંજામ મંગળવારે સાંજે 4 વાગ્યે આવ્યો હતો. માતા શાક સમારતી હતી ત્યારે તેનો પુત્રી સાથે ઝઘડો થયો હતો. જેમાં માતાએ ઉશ્કેરાઈને પુત્રી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવતીને માતા દ્વારા જ સયાજી હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે હાલના તબક્કે કોઇ ફરિયાદ નોંધાઈ નથી. સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. માતાએ પુત્રી પર ચપ્પુથી કરેલા હુમલા અંગે પોલીસને બાવ બન્યાના લાંબા સમય પછી પણ કોઈ ફરિયાદી મળ્યું નહોતું. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓને બોલાવી બનાવમાં ફરિયાદી થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા