સંબંધિત સમાચાર
- વીકએન્ડમાં ગુજરાતી પ્રવાસીઓ ઉદેપુરમાં ઉમટ્યા, દરરોજ 10થી વધુ પર્યટકોની અવર-જવર શરૂ
- અમદાવાદથી જયપુર, પૂણે, ઉદયપુર, ગ્વાલિયર માટે નવી ફ્લાઈટો શરૂ થશે
- ROAD RAGE CASEમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા, સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સંભળાવ્યો
- VIDEO- નેનો કારમાં બેસીને હોટલ તાજ પહોચ્યા રતન ટાટા લોકો બોલ્યા આને કહેવાય સાદગી
- Monkeypox Virus: કોરોના બાદ હવે આ ખતરનાક વાયરસ આવ્યુ, જાણો આ સંક્રામક રોગના લક્ષણ અને સારવાર
Video: વરઘોડાને બદલે નનામી નીકળી
ઉદયપુરમાં થયેલા અકસ્માતમાં વરરાજાનું દર્દનાક મોત થયું છે. યુવકના 7 દિવસ પછી જ લગ્ન થવાના હતા. દુર્ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલા બોરીકુંઆં-ગોજ્યા ગામ પાસેની છે. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં દુલ્હો ડીજેના તાલે મિત્રો સાથે નાચી રહ્યો હતો. ત્યારે જ ઘરની સામે હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું.
દુલ્હો વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકની મદદ માટે દોડ્યો. વિનોદ બંનેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને હડફેટે લઈ લીધો અને ચગદી નાખ્યો. વિનોદના ચીથડાં રસ્તા પર ફેલાય ગયા. રુંવાડા ઊભો કરનારી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો.
