ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (12:54 IST)

ઓડિશા - ચાલતી ટ્રેનમાંથી પડી મહિલા, આરપીએફ જવાનની તત્પરતાથી બચ્યો જીવ, જુઓ વીડિયો

odisha train
ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેસન પર એક મોટી દુર્ઘટના થતા થતા બચી. અહી એક મહિલા ચાલુ ટ્રેનમાંથી પડી  અને મહિલા પ્લેટફોર્મ પર ટ્રેન સાથે ઢસડાઈ રહી હતી. આ દરમિયાન રેલવે સુરક્ષા બળ (આરપીએફ)ના હેડ કૉસ્ટેબલ એક મુંડાએ તત્પરતા બતાવતા મહિલાનો જીવ બચાવી લીધો. 

 
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ છે, તેની સાથી મહિલા તેને પકડી રહી છે. તે જ સમયે, પ્લેટફોર્મ પર ઉભેલા પોલીસકર્મી મહિલા પર પડે છે અને મહિલાને ટ્રેનની નીચે જતા બચાવવા માટે તત્પરતા બતાવી.