રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2017 (13:35 IST)

સ્વાસ્થ્ય પર સવાલ - વિશ્વની સૌથી હેલ્ધી મહિલાની બહેન બોલી - ડોક્ટર બેવકૂફ બનાવી રહ્યા છે

વિશ્વની સૌથી વજનદાર સ્ત્રી ઈમાન અહમદના સ્વસ્થ થવાના દાવા પર તેમની બહેને સવાલ કર્યો છે સઈમા સલીમનો આરોપ છેકે ઈમાનની સારવાર કરી રહેલ ડોક્ટર મુજ્જફલ લકડાવાલા સારવારને લઈને કોઈ સાચી માહિતી આપી રહ્યા નથી. ડોક્ટર તેમને બેવકૂફ બનાવી રહ્યા છે. 
 
સઈમાએ જણાવ્યુ કે ડો. લકડાવાલા ખોટુ બોલે છે અને ઘણુ પૂછ્યા પછી પણ સારાઅર વિશે વાસ્તવિક માહિતી આપી રહ્ય અનથી. બીજી બાજુ સઈમાના આ આરોપોને લકડાવાલાએ નકારી દીધા છે. સઈમા દ્વારા લગાવેલ આરોપો વિશે પૂછતા ડોક્ટરોએ કહ્યુ કે ઈમાન સ્વસ્થ થઈ રહી છે. તેની ન્યૂરોલોજીકલ કંડીશન જાણવા માટે સીટી સ્કેન કરાવવામાં આવશે. 
 
ડોક્ટરોએ આગળ કહ્યુ, 'પહેલા 15 દિવસ સુધી બધુ બરાબર ચાલી રહ્યુ હતુ અને તે રિકવર કરી રહી હતી. અમે તેની બહેનને ઈમાનને મિસ્ર લઈ જવાની સલાહ પણ આપી પણ નાણાકીય કારણોને કારણે તે લઈ ન જઈ શકી. 
 
તેમણે કહ્યુ કે અમે ઈમાનને તેના વોર્ડથી સીટી સ્કેનવાળા રૂમમાં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ. જ્યા સહેલાઈથી તેની વર્તમાન સ્થિતિ વિશે જાણ કરી શકાશે.  
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડોક્ટરોએ માહિતી આપી હતી કે બે મહિનાની સર્જરી પછી ઈમાનનુ વજન અડધુ થઈ ગયુ હતુ. ડોક્ટર ઈમાનના વજનને 500 કિલોથી ઓછુ કરીને 250 કિલો સુધી લઈ જવામાં સફળ થયા છે.