મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (15:32 IST)

માતા શૈલપુત્રીની કથા (Maa Shailputri vrat katha)

shailputri
માતા શૈલપુત્રી સતી તરીકે પણ ઓળખાય છે. દંતકથા અનુસાર, રાજા દક્ષે યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું. પ્રજાપતિ દક્ષે તે યજ્ઞમાં તમામ દેવી-દેવતાઓને આમંત્રણ મોકલ્યું પરંતુ ભગવાન શિવ અને દેવી પાર્વતીને આમંત્રણ ન આપ્યું. દેવી સતી જાણતી હતી કે તેના પિતા ચોક્કસપણે આમંત્રણ મોકલશે પરંતુ તેમ થયું નહીં. તેઓ એ યજ્ઞમાં જવા માટે બેચેન હતી પણ મહાદેવજીએ ના પાડી દીધી. હટ કરીને દેવી સતી એ યજ્ઞમાં પહોંચી ગયા. તેમણે જોયુ કે કોઈપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાત નહોતુ કરી રહ્યુ.  ત્યાં બધા લોકો દેવી સતીના પતિ એટલે કે મહાદેવને તુચ્છ અને અપમાનિત કરે છે.
 
રાજા દક્ષએ પણ ભગવાન શિવનુ ખૂબ અપમાન કર્યુ. પોતાના પતિનુ અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી સતીએ યજ્ઞની અગ્નિમાં ખુદને સ્વાહા કરી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે જેવુ જ આ બધુ જોયુ તો તે અત્યંત દુખી થઈ ગયા.  દુ:ખ અને ક્રોધની જ્વાલામાં મહાદેવે તે યજ્ઞનો નાશ કર્યો. દેવી સતીએ ફરીથી હિમાલય  એટલે કે પર્વત રાજા હિમાલયની ઘરે  જન્મ લીધો અને તેને શૈલપુત્રી કહેવામાં આવી.
 
મા શૈલપુત્રીનો નિવાસ  (Maa Shailputri ka nivas)
 
મા શૈલપુત્રીનો વાસ વારાણસીમાં હોવાનું માનવામાં આવે છે. અહીં દેવી શૈલપુત્રીનું વિશાળ પ્રાચીન મંદિર છે. એવી માન્યતા છે કે દેવી શૈલપુત્રીના દર્શનથી જ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ દંપતીને દાંપત્ય જીવનમાં કષ્ટ હોય તો નવરાત્રિના પહેલા દિવસે જે કોઈ મા શૈલપુત્રીના દર્શન કરે છે અને તેની પૂજા કરે છે તેના લગ્ન જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.  મા શૈલપુત્રી (maa shailputri swaroop) વૃષક એક વાહન પર સવાર છે, તેના ડાબા હાથમાં કમળ અને જમણા હાથમાં ત્રિશૂળ છે.