ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (14:50 IST)

Fast Recipe- આ રીતે બનાવો રાજગરા કેળાની પૂરી

Recipes for Vrat
Fast Recipe-  તમે વ્રત દરમિયાન ઘણી વાર સાબુદાણાની ખીચડી, ફળો, કુટ્ટુના પકોડા વગેરે ખાધા હશે. પરંતુ શું તમે જાણો છો કે વ્રત દરમિયાન તમે માત્ર એક નહીં પરંતુ અનેક પ્રકારની પુરીઓ બનાવી શકો છો. જો નહીં, તો આ વખતે રાજગીરા-કેળાની પુરી બનાવીને જુઓ.
 
2 કપ રાજગરાનો લોટ 
1 કાચુ કેળુ (બાફેલો અને મેશ કરેલું) 
1/2 ટીસ્પૂન જીરું 
1/2 ટીસ્પૂન અદું અને લીલા મરચાનુ પેસ્ટ 
સિંધાલૂણ 
2 ચમચી ઘી
 
સીંગતેલ જરૂર મુજબ
 
જરૂરિયાત મુજબ પાણી
 
વિધિ 
- સૌથી પહેલા એક વાસણમાં રાજગરાનુ લોટ, મેશ કરેલા કેળા નાખી સારી રીતે મિક્સ કરો. 
- હવે તેમાં સિંધાલૂણ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, જીરું અને ઘી ઉમેરીને મિક્સ કરો.
- હવે ધીમે ધીમે પાણી ઉમેરો અને નરમ લોટ બાંધો.
- એક પેનમાં મધ્યમ તાપ પર સીંગદાણાનું તેલ ગરમ કરો.
- દરમિયાન, ગૂંથેલા કણકને લૂઆ તોડીને ગોળ આકારમાં ફેરવો.
- હવે પુરીઓને ગરમ કરેલા તેલમાં નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળો.
- રાજગીરા-કેળાની પુરીઓ તૈયાર છે. રાયતા સાથે અથવા ફ્રુટ બટેટાની કરી સાથે સર્વ કરો.

Edited By- Monica sahu