ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (16:01 IST)

Unhealthy Breakfast - સવારના બ્રેકફાસ્ટમાં જો તમે ખાશો આ વસ્તુ તો થઈ જશો તમે ડાયાબિટિસના શિકાર

unhealthy breakfast
unhealthy breakfast
Unhealthy Breakfast - સવારે ઉઠ્યા બાદ લોકો તરત જ નાસ્તો કરી લે છે, જેથી તેમને એનર્જી મળે છે. ખરેખર, સવારે આપણું શરીર ઉપવાસની અવસ્થામાં હોય છે અને ચયાપચય ખૂબ જ નબળું હોય છે.આપણે સવારે ખૂબ ભૂખ્યા હોઈએ છીએ. એટલા માટે આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખાઈએ છીએ અને પીતા હોઈએ છીએ જે આપણને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સવારે જે વસ્તુઓનું સેવન કરો છો તે તમારા માટે કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે સવારે ઉઠીને તમારે કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
 
પૅનકૅક્સ અને મીઠી વસ્તુઓ: તમારે સવારે પૅનકૅક્સનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નાસ્તામાં મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ. સવારે મીઠી વસ્તુઓ ખાવાથી તમારું શુગર લેવલ વધી શકે છે અને ભવિષ્યમાં તમે ડાયાબિટીસનો ભોગ બની શકો છો. તૈયાર કરેલા જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. તૈયાર કરેલા રસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે 
 
પૈક્ડ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. પૈક્ડ જ્યુસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે.
 
બ્રેડ અને જૈમ - કેટલાક લોકો સવારના સમયે નાસ્તામાં બ્રેડ અને જૈમ ખાવી પસંદ કરે છે. અનેકવાર તો બાળકોના ટિફિનમાં લોકો બ્રેડ અને જૈમ પૈક કરીને આપે છે. પણ શુ  તમે જાણો છો કે બ્રેડ અને જેમમાં ફૈટ અને શુગર ખૂબ માત્રામાં હોય છે.  જે આગળ જઈને તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  તેથી જો તમને આરોગ્યપ્રદ રહેવુ છે તો ક્યારેય પણ બ્રેડ અને જૈમ ન ખાશો. 
 
ચા અને કોફી - કેટલાક લોકો સવાર સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવે છે. જો તમે પણ આવુ કરો છો તો આ આદત આજથી જ બદલી નાખો.  ખાલી પેટ ચા કે કોફી પીવાથી એસિડ બને છે જેને કારણે તમને ગેસ, બળતરા અને સોજાની સમસ્યા થઈ શકે છે. કોફીમાં ઘણા માત્રામાં કૈફીન જોવા મળે છે. કૈફીનનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ વધુ હાનિકારક હોય છે. 

Edited by - Kalyani Deshmukh