ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (13:48 IST)

વીકેંડ પર બનાવો સ્પેશ્યલ લસણિયા ચિકન, જાણી લો ઢાબા સ્ટાઈલ Recipe

lasooni chicken
Lasooni Chicken Recipe: જો તમે નોનવેજ લવર છો અને દરેક વીકેંડ પર તમારા રસોડામાં કંઈક નવુ ટ્રાય કરો છો તો આ વીકેંડ ટ્રાય કરો લસણિયા ચિકનની આ ટેસ્ટી રેસ્પી. જી હા આ રેસ્પી ચિકની રૂટિન રેસીપીથી એકદમ જુદી અને ટેસ્ટી છે. આ રેસીપીમાં ચિકનના ટુકડાને દહી, લસણ અને લીલા મરચા સાથે કોલસા પર ગ્રિલ કરવામાં આવે છે.  તો આવો જાણીએ ઢાબા સ્ટાઈલ લસણિયા ચિકનની ઝટપટ રેસીપી  
 
લહસુની ચિકન બનાવવા માટેની સામગ્રી-
-170 ગ્રામ બોનલેસ ચિકન
1 ચમચી છીણેલું ચીઝ
-2 ચમચી સમારેલુ લસણ
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી લીલા મરચાની પેસ્ટ
1 ટીસ્પૂન ક્રીમ
-4 ચમચી દહીં
1 ચમચી કાજુની પેસ્ટ
- સ્વાદ અનુસાર મીઠું
- સંચળ  સ્વાદ મુજબ
-1/2 ચમચી ગરમ મસાલો
-1/2 ચમચી ચાટ મસાલો
1 ટીસ્પૂન માખણ
 
લસણિયા ચિકન બનાવવાની રીત 
લસણિયા દહી ચિકન બનાવવા માટે, સૌથી પહેલા ચિકનમાં ઝીણું સમારેલું લસણ, આદુની પેસ્ટ, કાજુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખીને ચિકનને દહીંમાં મેરીનેટ કરો. હવે તેમાં સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, કાળું મીઠું, ચાટ મસાલો, ક્રીમ અને પનીર ઉમેરો.
 
હવે આ મેરીનેટ કરેલા ચિકનને અડધા કલાક માટે બાજુ પર રાખો. હવે ચિકનને બટરથી ગ્રીસ કરો અને તેને કોલસાના તંદૂરમાં 10 થી 15 મિનિટ સુધી ગ્રીલ કરો. તૈયાર છે તમારા લસણિયા દહી ચિકનગરમા-ગરમ સર્વ કરો.