બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (16:48 IST)

Vinesh Phogat: વિનેશ ફોગાટે સેમીફાઈનલમાં મેળવ્યુ સ્થાન, ધમાકેદાર અંદાજમાં જીત્યો મુકબલો

પેરિસ ઓલંમ્પિક 2024માં ભરતની વિનેશ ફોગાટે કમાલનુ પ્રદર્શન કરી રહી છે. તેમણે સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. તેમની આગળ યૂક્રેનની ઓક્સાના લિવાચ પ્લેયર ટકી શકી નહી અને હારી ગઈ. લિવાચે કોશિશ તો ખૂબ કરી પણ અંતમાં બાજી વિનેશ ફોગાટના હાથમાં આવી. ક્વાર્ટર ફાઈનલ મેચ તેમણે 7-5થી જીતી લીધી છે. સેમીફાઈનલ મુકબલો ગુજમાન લોપેજ સામે આજે રાત્રે 10.15 વાગે રમાશે. 

 
 રાઉન્ડ-16માં મોટો ઉલટફેર કર્યો હતો 
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા કુશ્તીની છેલ્લી-16 મેચમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં જાપાની રેસલરની આ પહેલી હાર છે, જે વિનેશની સફળતાને વધુ ખાસ બનાવે છે. વિનેશ સામેની મેચની છેલ્લી થોડી સેકન્ડ પહેલા સુસાકી 2-0થી આગળ હતી.
 
અનુભવનો કર્યો ઉપયોગ 
 તેણીની ત્રીજી ઓલિમ્પિક રમી રહેલી વિનેશે તેના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને છેલ્લી પાંચ સેકન્ડમાં જાપાની ચેમ્પિયન કુસ્તીબાજને હટાવીને બે પોઈન્ટ મેળવવામાં સફળ રહી. જાપાનની ટીમે પણ તેની સામે અપીલ કરી હતી પરંતુ રેફરીએ વીડિયો રિપ્લે જોયા બાદ તેને નકારી કાઢી હતી, જેના કારણે વિનેશે વધુ એક પોઈન્ટ મેળવ્યો હતો અને 3-2થી જીત મેળવી હતી.