શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (18:08 IST)

માણસા પોલીસ સ્ટેશનમાં હાર્દિકની જીત પાટીદારોને છોડો નહિંતર અહીં ઉપવાસ થશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે માણસા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોતાની ટીમ સાથે હાર્દિક પટેલે જીદ કરી હતી કે પાટીદાર યુવાનોને જેમના પણ ઈશારે પકડાયા હોય તેમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીં જ બેસીસ અને ધરણા શરૂ કરી દીધા છે. હાર્દિક પટેલ સાથે પાસના મહિલા આગેવાન રેશમા પટેલ અને અન્ય પાટીદારો પણ જોડાયા હતા. 25 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલના પ્રવચન વખતે કેટલાક યુવાનોએ તેમનો હૂરિયો બોલાવી પાણીના પાઉચ માર્યા હતા. આ ઘટનામાં 9 વ્યક્તિ સહિત 30 એક વ્યક્તિના ટોળા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં મંડળના હોદ્દેદારો સાતે અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતનો ગુનો નોંધાયો હતો. આ પાટીદારોને પોલીસે ઝડપી લીધા હતા. જેમને છોડાવવા માટે હાર્દિક પટેલ આજે માણસા પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનની બહાર જ પોતાની ટીમ સાથે ધરણા પર બેઠો હતો. પાટીદારોને તાત્કાલિક છોડવાની તેણે માગ કરી હતી.