રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 26 નવેમ્બર 2023 (09:16 IST)

કુંવરબાઈનું મામેરું યોજના 2023 - લગ્ન માટે સરકાર આપી રહી છે સહાય

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2023 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.
 
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.
 
રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.
 
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
 
- લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
- એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
-  કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
 
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.
 
કન્યાનું આધારકાર્ડ
લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
કન્યાનો જાતિનો દાખલો
કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
કન્યાના રહેઠાણનો પુરાવો
કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
વર-કન્યાનો સંયુક્ત ફોટો
વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
લગ્નનોંધણી પ્રમાણપત્ર
કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો