મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 29 માર્ચ 2023 (22:36 IST)

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર

kiran patel
ક્રાઈમ બ્રાંચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા
ક્રાઈમ બ્રાંચ દ્વારા માલિની પટેલની જંબુસરથી ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાઈ હતી
 
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે  મકાન પચાવવાના કેસમાં જંબુસરથી મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચે માલિની પટેલને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટમાં તેના રિમાન્ડની માંગ કરાઈ હતી. જેથી મેટ્રો કોર્ટે આગામી 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કરી દીધા છે. માલિની પટેલના રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
 
માલિની પણ ઘર છોડી ફરાર થઈ ગઈ હતી
ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી તેની સામે મેટ્રો કોર્ટ દ્વારા માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.  કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી હતી. તેના પતિ કિરણ પટેલના કારસ્તાનનો જમ્મુ કશ્મીરમાં પર્દાફાશ થતાં પત્ની માલિની પણ ઘર છોડી ફરાર થઈ ગઈ હતી. તે આગોતર જામીન મળેવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.
 
બંગલો પચાવવાના પ્રયાસમાં ફરિયાદ નોંધાઈ
ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડોનો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો.