રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Last Updated : મંગળવાર, 12 માર્ચ 2024 (14:09 IST)

Ramadan 2024: ભારતમાં ક્યારથી શરૂ થઈ રહ્યો છે રમઝાનનો મહિનો ? જાણો કયા દિવસે રાખવામાં આવશે પહેલો રોજા

ramadan 2024
ramadan 2024

 
Ramadan 2024: ઈસ્લામ ધર્મમાં રમઝાનના મહિનો સૌથી પાક માનવામાં આવ્યો છે. આ મહિનો ચાંદને જોઈને નક્કી કરવામાં આવે છે. રમજાનનો પાક મહિનો ઈસ્લામિક કેલેંડર મુજબ નવમા મહિનામા આવે છે. તેને માએ રમજાન પણ કહેવામાં આવે છે.  મુસ્લિમ સમુહના લોકો આખો મહિનો રોજા રાખે છે અને સૂરજ નીકળવાથી લઈને ડૂબવા સુધી કશુ પણ ખાતા પીતા નથી. રોજા દરમિયાન લોકો સહરી કરવા માટે સવારે સૂર્યોદય પહેલા ઉઠે છે અને સાંજે ઈફ્તાર સાથે પોતાનો ઉપવાસ તોડે છે.  સાથે જ આખો મહિનો ઈબાદત કરે છે અને પોતાના ગુનાહોની માફી મનગે છે.  રમજાનના મહિનામાં રોજા રાખવા, રાત્રે તરાવીહની નમાજ કરવી અને કુરન તિલાવત કરવુ સામેલ છે.  આ મહિનો બધા મુસલમાનો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આવામાં ચાલો જાણીએ આ વર્ષે રમજાનના પાક મહિનાની શરૂઆત ક્યારથી થઈ રહી છે અને પહેલો રોજા ક્યારે રાખવામાં આવશે. 
 
ક્યારે રાખવામાં આવશે પહેલો રોજા? 
 
રમજાનનો મહિનો ચાંદને જોઈને નક્કી  કરવામાં આવે છે. સૌ પહેલા સઉદી અરબમાં રમજાનનો ચાંદ દેખાય છે. સઉદી અરબમાં રમઝાનને ચંદ્ર 10 માર્ચના રોજ દેખાય ચુક્યો છે. તેથી તે પહેલો રોજા 11 માર્ચના રોજ રાખવામાં આવ્યો. બીજી બાજુ ભારત અને પાકિસ્તાનમાં રમઝાન નો ચાંદ સઉદી અરબના ચાંદના એક દિવસ પછી દેખાય છે. તેથી આ દેશોમાં રમજાનના રોજાની શરૂઆત સઉદી અરબના એક દિવસ પછી શરૂ થાય છે. આવામાં ભારતમાં આ વર્ષે રમજાનની શરૂઆત 12 માર્ચથી થવાની આશા છે. જો અહી આજે એટલે કે 11 માર્ચના રોજ ચાંદ જોવા મળે છે તો 12 માર્ચ પહેલા રોજા રાખવામાં આવશે. 
 
રમઝાનના દરમિયાન રોજા રાખવાનો નિયમ 

- રોજા રાખવાનો મતલબ ફક્ત ભૂખ્યા તરસ્યા રહેવાનુ નથી. પણ આંખ, કાન અને જીભનો પણ રોજા રાખવાનો  હોય છે. એટલે કે આ દરમિયાન ન ખરાબ  જુઓ કે ન ખરાબ સાંભળો કે ન તો કશુ ખરાબ બોલો. 
 
- સાથે જ આ વાતનુ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા બોલવામાં આવેલ વાતોથી કોઈની ભાવનાઓને ઠેસ ન પહોચે. 
- રમઝાનના મહિનામાં કુરાન વાંચવાનુ પોતાનુ અલગ જ મહત્વ હોય છે.  
 
- રોજની નમાજ ઉપરાંત રાતના સમયે એક વિશેષ નમાજ પણ કરવામાં આવે છે જેને તરાવીહ કહે છે. 
 
રમઝાનનુ મહત્વ 
રમજાનના રોજા 29 અથવા 30 દિવસના હોય છે. ઈસ્લામ ધર્મમાં બતાવ્યુ છે કે રમઝાન દરમિયાન રોજા રાખવાથી અલ્લાહ ખુશ થાય છે અને બધી દુઆઓ કબૂલ કરે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવેલી ઈબાદતનુ ફળ બાકી મહિનાના મુકાબલામાં 70 ગણુ વધુ મળે છે. ચાંદને જોયા બાદ થી જ મુસ્લિમ સમુહના લોકો સૂરજ નીકળતા પહેલા સેહરી ખાઈને ઈબાદતોની પ્રક્રિયા શરૂ કરી દે છે.  સૂરજ નીકળતા પહેલા ખાવામાં આવેલ ખોરાકને સહરી કહેવામાં આવે છે અને સૂરજ ઢળ્યા બાદ રોજા ખોલવાને ઈફ્તાર કહેવામાં આવે છે. 
 
શુ છે સહરી ?
રોઝાની શરૂઆત સવારે સૂરજ નીકળતા પહેલા ફજ્રની અજાન સાથે થાય છે. આ સમયે સહરી લેવામાં આવે છે. રમઝાન મહિનામાં રોજ સૂર્ય ઉગતા પહેલા ખોરાક લેવામાં આવે છે. તેને સહરી નામથી ઓળખવમાં આવે છે.  સહરી કરવાનો સમય પહેલાથી જ નિર્ધારિત કરી દેવામાં આવે છે.  બધા મુસ્લિમ લોકોને રોજા રાખવા અનિવાર્ય માનવામાં આવે છે. પણ બાળકો ને શારીરિક રૂપથી અસ્વસ્થ લોકોને રોજા રાખવા માટે છૂટ આપવામાં આવી છે. 
 
 શુ છે ઈફ્તાર ?
આખો દિવસ કશુ પણ ખાધા પીધા વગર રોજા રાખ્યા બાદ સાંજે નમાઝ અદા કરવામાં આવે છે અને ખજૂર ખાઈને રોજા ખોલવામાં આવે છે.  આ સાંજે સૂરજ ઢળવા પર મગરિબની જાન થયા પછી ખોલવામાં આવે છે.  તેને રફ્તારના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સવારે સહરી પહેલા વ્યક્તિ કશુ પણ ખાઈ પી શકે છે. 


Edited by - Kalyani Deshmukh