સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2017 (17:14 IST)

કોલેજના વિદ્યાર્થીઓના ૪૨થી વધુ પ્રોજેકટ હવે પ્રોડક્ટ તરીકે માર્કેટમાં આવશે

આજકાલ કોલેજના વિદ્યાર્થી પોતાના અભ્યાસ કાળમાં જે પ્રોજેક્ટ બનાવતા હોય છે પરંતુ જેવો જ વિદ્યાર્થીનો અભ્યાસ પુરો થાય એટલે ટેકનોલોજીની દેન સમા આ બધા જ પ્રોજેક્ટ ધુળ ખાતા થઇ જાય ન તો ઇન્ડસ્ટ્રીઝમાં એપ્લિકેશન થાય અને ન તો તેઓ એમાં આગળ વધે એટલે જ ઘણા બધા ઇનોવેશન અટકી જાય છે. આ પ્રોજેક્ટને પ્રોડક્ટના રૃપમાં લોકો સુધી લાવવા એલ.જે.ગુ્રપ ઓફ ઇન્સ્ટિટયૂટ દ્વારા 'પ્રોજેક્ટ ટુ પ્રોડક્ટ' થીમ પર ઇન્ડસ્ટ્રીઝના મેન્ટર અને વિદ્યાર્થી વચ્ચે ઇન્ટરેક્શન વિથ પ્રેઝન્ટેશનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ કોલેજના સિલેક્ટેડ ૪૨થી વધારે પ્રોજેક્ટ રજૂ થયા હતા. આ પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીઝ અને રોજિંદા જીવનમાં કઇ રીતે સરળતા ઉભી કરી શકે તે માટે ૪૫થી વધારે વિવિધ ફિલ્ડના મેન્ટર દ્વારા માહિતી અપાઇ હતી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોને મજબુત બનાવવા માટે અમદાવાદ ખાતે કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતભર માંથી ૧૫૦થી વધુ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. આ કોન્કલેવમાં મુખ્ય વક્તા તરીકે ડા. ઉષા ખંડેલવાલ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એલ.એન.એમ.ટી.ટી. જયપુર ઉપસ્થિત રહી શિક્ષકોને બાળકો સાથે સેતુ બનાવવાની ટિપ્સ આપી હતી.