1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 13 માર્ચ 2014 (14:49 IST)

ડાકોરમાં દર્શન માટે પૂનમ અને દોલોત્સવ પ્રસંગે ખાસ સમય

P.R


ફાગણ સુદ-૧૪ તા. ૧૫-૩-૨૦૧૪ને શનિવારના રોજ દર્શનના સમય સવારના: ૫.૦૦ વાગે ખૂલી ૫.૧૫ના અરસામાં મંગળાઆરતી થઈ ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૨.૦૦ થી ૧૨.૪૫ સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૧૨.૪૫ થી બપોરના ૧.૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે, ત્યારબાદ શ્રીજીમહારાજ પોઢી જશે. ૪.૦૦ વાગે ઉથ્થાપન આરતી થઈ ૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૫.૩૦ થી ૫.૪૫ સુધી શ્રીજીમહારાજ શયનભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૫.૪૫ થી રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રીના: ૮.૦૦ થી ૮.૪૫ સુધી શ્રીજીમહારાજ સખડીભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૮.૪૫ થી દર્શન ખૂલી ત્યારબાદ અનુકુળતા મુજબ દર્શન થશે. શ્રીજીમહારાજ પોઢી જશે.

નિજમંદિર પ્રવેશ બંધ રહેશે. તારીખ ૧૫-૩-૨૦૧૪ થી ૧૭-૩-૨૦૧૪ સુધી બહારના રાજભોગ, ગાયપૂજા, તેમ જ તુલા બંધ રાખેલ છે. તારીખ ૧૫-૩-૨૦૧૪ આખો દિવસ, તારીખ ૧૬-૩-૨૦૧૪ આખો દિવસ પરિક્રમા બંધ રહેશે. અને તારીખ ૧૭-૩-૨૦૧૪ના રોજ બપોરના ૩.૩૦ સુધી પરિક્રમા બંધ રહેશે. તારીખ ૧૫-૩-૨૦૧૪, તારીખ ૧૬-૩-૨૦૧૪, તારીખ ૧૭-૩-૨૦૧૪ સમાધાનની પ્રસાદી મેનેજરશ્રીના બંગલે, ગોમતી કિનારે શ્રી લક્ષ્મીજી મંદિરમાં શ્રીજીની ગૌશાળામાં ખેડાવાલની ખડકી પાસેથી મળશે. રામઢોલ લઈ ધજા સાથે મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ છે જેથી રામઢોલ બહાર યોગ્ય જગ્યાએ મુકીને ધજા લઈ મંદિરમાં પ્રવેશદ્વારની જમણી બાજુએ ધજા કેન્દ્ર ઉપર પોતાની ધજા આપવી. આગામી ચૈત્રસુદ પૂનમ તારીખ ૧૫-૪-૨૦૧૪ને મંગળવારના રોજની છે.

ફાગણ સુદ-૧૫ (પૂનમ) તા. ૧૬-૩-૨૦૧૪ને રવિવારના રોજ દર્શનના સમય સવારના: ૪.૦૦ વાગે નિજમંદિર ખૂલી ૪.૧૫ વાગે મંગળા આરતીના દર્શન થઈ ૭.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૭.૩૦ થી ૮.૦૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૮.૦૦ થી ૨.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના: ૨.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૩.૩૦ થી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના: ૫.૩૦ થી ૬.૦૦ સુધી દર્શન બંધ રહેશે. (શ્રીજીમહારાજ પોઢી જશે). ૬.૦૦ થી ઉથ્થાપન આરતી થઈ રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રીના: ૮.૦૦ થી ૮.૧૫ વાગ્યા સુધી શ્રીજીમહારાજ શયનભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૮.૧૫ થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડીભોગ આરોગી શ્રીજીમહારાજ અનુકુળતાએ પોઢી જશે.

ફાગણ વદ-૧ (દોલોત્સવ) તારીખ ૧૭-૩-૨૦૧૪ ને સોમવારના રોજ દર્શનના સમય સવારના: ૫.૦૦ વાગે ખૂલી ૫.૧૫ વાગે મંગળાઆરતી થઈ. ૮.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ બંધબારણે આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૯.૦૦ થી ૧.૩૦ વાગ્યા સુધી શ્રી ગોપાલ લાલજીમહારાજ ફૂલદોલમાં બિરાજશે. ૧.૩૦ થી ૩.૩૦ સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૩.૩૦ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના:- ૪.૩૦ થી ૫.૦૦ સુધી દર્શન બંધ રહેશે. (શ્રીજીમહારાજ પોઢી જશે) ૫.૦૦ વાગે નિજમંદિર ખૂલી ૫.૧૫ વાગે ઉથ્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રીજીમહારાજ પોઢી જશે.