મોદીએ શાળા-પ્રવેશોત્સવમાં સ્કૂલનાં બાળકો સાથે બેસીને મોજથી ગમ્મત કરી
બાળકો પહેલાં તો મોદીઅંકલથી શરમાયાં, પછી ખિલ્યા
મોટે ભાગે ગંભીર રહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગર નજીકના એક ગામમાં શાળા-પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો સાથે હસીને ગમ્મત કરી અને સ્કૂલના પહેલા દિવસે તેમનું મોં મીઠું કરાવ્યું
વિરોધી નેતાઓએ જેમને ‘હિટલર,’ ‘મોત કા સૌદાગર’ ને ‘કોમવાદી’ એવી કંઈક ઉપમાઓ આપી છે એવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આમ તો જાહેર કાર્યક્રમોમાં મોટે ભાગે ગંભીર જોવા મળતા હોય છે, પણ ગઈ કાલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા લિહોડા નામના ગામમાં આ જ મોદી કંઈક અલગ મૂડમાં હતા. ગુજરાત સરકારના ૧૧મા કન્યા કેળવણી શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન મોદીએ સ્કૂલનાં બાળકો સાથે મોજથી ગમ્મત કરી હતી. બાળક બની ગયેલા મોદી બાળકો જ્યાં બેઠાં હતાં ત્યાં પહોંચી જઈને તેમની સાથે બેસીને વાતો કરી હતી અને તેમણે તેમનું મોં મીઠું કરાવ્યું હતું.