1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિશ્વ રંગભૂમિ દિવસઃ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ

સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે. વૃક્ષોના લીલા પાન પ્રભુ પરિચયના એક-એક સંવાદ જેવા છે.

‘ભગવદ ગોમંડલ' ગ્રથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ ત્‍યારબાદ ૧૮૫૧ ‘નર્મદે', ‘બુધ્‍ધિવર્ધક' નામની સંસ્‍થા શરૂ કરી એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાંસ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જસ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.

સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

જ્‍યારે રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો શ્રોતાઓએ પણ સ્‍વીકાર કરી લેવો પડે છે. કારણ કે કોઇપણ રંગમંચના કાર્યક્રમ લાઇવ હોય છે જે થયું તે થયું જ... સ્‍ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે... રીટેક થતો જ નથી... રંગભૂમિ માટે કહેવાય છે કે, જાણ્‍યુ એટલું જાજું અને માણી એટલી મોજ...

દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ મસ્‍તક નમાવી પ્રાર્થના કરી અને ‘વિશ્વ રંગભૂમિ દિવસ'ની ઉજવણી કરવી જોઇએ કલા માટે કહેવાય છે કે,

‘ઉચુ જોશો તો કાજલ વિખેરાઇ જશે, નીચું જોશો તો કંકુ ખરી જશે. આડુ જોશો તો, મોં મલકાઇ જશે અને શ્રોતાની સામે જોશો તો બધુ જ સમજાય જશે.'

અંતે તો મનુષ્‍ય જે જીવન જીવે છે એ પણ એક કલા જ છે. એટલું જ કહેવાય છે કે, જીવન જીવવાની કલા એ શ્રેષ્‍ઠ કલા છે.