શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 23 જૂન 2015 (12:49 IST)

દ્વારકામાં જન્માષ્ટમી સુધીમાં 'સુદામા સેતુ' તૈયાર થઇ જશે

ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ દ્વારકાની કાયાપલટની સુંદર કામગીરી હાલ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે દ્વારકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વિગેરેના સહયોગથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ દ્વારકામાં 'લક્ષ્મણ ઝૂલા' પ્રકારનો 'સુદામા સેતુ' આકાર લઇ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા પંચનદ તીર્થને જોડતા પવિત્ર ગોમતી નદી પર બની રહેલા આ સેતુનુ નિર્માણ કાર્ય જન્માષ્ટમી સુધીમાં સંપન્ન થઇ જશે અને યાત્રીઓ માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે.
 
સુદામાની કૃષ્ણભક્તિ તથા શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનું પ્રતીક એટલે સુદામા સેતુ. દ્વારકા તીર્થમાં પવિત્ર ગોમતી નદીના સામા કિનારા ઉપર આવેલા પંચનદ તીર્થ અને જગત મંદિરને તે જોડશે. 'સુદામા સેતુ'નું નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાત સરકારના પ્રવાસન તથા પવિત્ર યાત્રાધામ વિભાગ સાથે મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ પર કરવામાં આવી રહ્યું છે. પંચનદ તીર્થને અહીંની લોકભાગ્ય ભાષામાં પંચકૂઇ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળનું વિશેષ મહાત્મ્ય છે. આ વિસ્તાર સમુદ્ર તટ ઉપર છે. પાણી ખારું છે તેની વચ્ચે આ પંચનદ તીર્થ આવેલું છે. પાંચ પાંડવો સાથે જોડાયેલા મનાતા અહીંના પાંચેય કૂવામાં પાણી મીઠું છે. આ દ્વારકાધીશની કૃપા જ છે. નહીંતર અહીં સમુદ્ર કિનારે જમીનમાં ગમે ત્યાં ખોદો, પાણી મળે પણ તે ખારૃં હોય જ્યારે આ તીર્થમાં આવેલ પાંચેય કૂવાઓનું પાણી મીઠું છે તેમ સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું છે.હાલ દ્વારા આવતા યાત્રિકો હોડીમાં બેસી ગોમતીને સામે કિનારે પંચનદ તીર્થ ખાતે દર્શન કરવા જાય છે. સુદામા સેતુનું કાર્ય પૂરું થયેથી યાત્રીઓ પગે ચાલીને પંચનદ તીર્થ પહોંચી શકશે. ત્યાં લક્ષ્મી-નારાયણ દેવનું મંદિર આવેલું છે.
 
પંચનદ તીર્થને જોડતા આ ઝૂલતા પુલનો શિલાન્યાસ મે ૨૦૧૧માં તત્કાલિન યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે કરાયો હતો. 'સુદામા સેતુ' નામાભિધાન સાથે ૨૦૧૫ની જન્માષ્ટમી સુધીમાં આ ૧૬૬ મીટર લાંબા અને ૨.૪ મીટર