સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2016 (17:53 IST)

રખેવાળીના અભાવે એક જ માસમાં શક્તિપીઠ બહુચરાજી મંદિરે ૧૦૦થી વધુ કુકડાના મોત

મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના મંદિરમાં મુકવામાં આવતા કુકડાની યોગ્ય રખેવાળીના અભાવે છેલ્લા એક જ મહિનામાં ૧૦૦થી વધુ કુકડાના મોત થયા હોવાની વાત જાણવા મળી છે. કાળઝાળ ગરમીના કારણે મોતને ભેટેલા આ પક્ષીઓને બચાવવા સફાળા જાગેલા મંદિરના સત્તાધીશો દ્વારા રાતોરાત એરકુલર ગોઠવવામાં આવ્યું છે તેમજ ઠંડક રહે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભક્તો દ્વારા મંદિરમાં મુકવામાં આવતા કુકડા વલ્લભ ભટ્ટની વાવની જગ્યામાં રાખવામાં આવે છે. પરંતુ તેની યોગ્ય જાળવણી થતી ન હોવાથી તેમજ છેલ્લા એકાદ મહિનાથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ૧૦૦થી વધુ કુકડાના મોત થતા હોબાળો મચી ગયો હતો. જેને લઈ મંદિરના સત્તાધીશો અને ટ્રસ્ટીઓ સફાળા જાગ્યા હતા અને વલ્લભ ભટ્ટની વાવની જગ્યામાં એરકુલર લગાવવા તજવીજ હાથ ધરાઈ છે. બીજી બાજુ મૃત કુકડાનું પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટમોટર્મ કરાવવામાં આવતા તેના મોત ચેપી વાયરસને કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે.