શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:33 IST)

કંબોડિયામાં તબેલામાં આગ લાગતાં 16-ગાય-વાછરડા અને ઘોડીનું મોત, અન્ય 12 પશુને ઇજા

વડોદરાના કંબોડિયા ગામના એક તબેલામાં આજે બપોરે આગ લાગી છે. ગામજનોને જ્યાં સુધી તબેલામાં આગ લાગી હોવાની ખબર પડતી, ત્યાં સુધી ત્યાં બાંધેલા 16 ગાય વાછરડાં સહિત એક ઘોડીનું મોત થયું છે. તો બીજી તરફ અન્ય 12 પશુ ઇજાગ્રસ્ત થયા છે. તબેલામાં લગભગ 35 પશુ હતા. અત્યાર સુધી આગ લાગવાના કારણનો ખુલાસો થયો નથી. 
 
ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલિયાએ જણાવ્યું કે બપોરમાં પશુઓને ચારા પાણી આપ્યા પછી ભોજન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ તબેલામાં આગ લાગવાની વાત ખબર પડી છે. ગામના લોકો તબેલા તરફ દોડ્યા અને પશુઓને બચાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જોકે ત્યાં સુધી 17 મુંગા પશુઓના મોત થઇ ગયા હતા.