રવિવાર, 3 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (15:32 IST)

રીંગણા, ટામેટા, મરચા જેવા 25 શાકભાજી ઘરે જ બેસીને ઉગાડે છે

-રાજેન્દ્રભાઈ અને તેમનાં પત્ની લક્ષ્મી
-ઘરની અગાસીને ખેતર બનાવી દીધું છે.
- શાકભાજી અને ફળો તથા ફૂલો ઉગાડી શકાય તેની ટિપ્સ
 
રીંગણા, ટામેટા, મરચા જેવા 25 શાકભાજી ઘરે જ બેસીને ઉગાડે છે 
કચ્છના ભુજમાં રહેતું આ દંપતી ધાબા પર ખેતી કરે છે અને એ પણ 25 જેટલી વિવિધ શાકભાજીઓ ઉગાડે છે.
 
રાજેન્દ્રભાઈ અને તેમનાં પત્ની લક્ષ્મીએ તેમના ઘરની અગાસીને ખેતર બનાવી દીધું છે.
 
વાવેલી શાકભાજીને પાણી આપવું અને ઘરે બનાવેલાં જ કીટનાશક છાંટવા જેવા કામકાજમાં માત્ર બે કલાકનો સમય આપવો પડે છે, પણ આ પછી તેમને મળે છે એકદમ શુદ્ધ શાકભાજી, ફળો અને ફૂલો પણ.
 
મહત્ત્વની વાત એ છે કે તેઓ તેમના પાકમાં કોઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ નથી કરતા. તેમનો દાવો છે કે તેઓ માત્ર ઑર્ગેનિક ખેતી જ કરે છે.
 
હવે તેઓ ધાબા પર કેવી રીતે પોતાને રોજીંદા જીવનમાં જરૂરી હોય એવાં શાકભાજી અને ફળો તથા ફૂલો ઉગાડી શકાય તેની ટિપ્સ આપવા સાથે બીજ પણ પાડોશીઓને આપીને આ પ્રકારની ખેતીમાં સામેલ કરી રહ્યા છે.