રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 20 ઑગસ્ટ 2023 (16:43 IST)

Onion Price Hike- ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે

Onion Price Hike: ઓછા પુરવઠાને કારણે આ મહિનાના અંતમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની ધારણા છે અને આવતા મહિને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

ડુંગળીના ભાવમાં વધારોઃ ટામેટા, આદુ બાદ હવે ડુંગળી લાવશે લોકોની આંખોમાંથી આંસુ. આ મહિનાના અંતથી ડુંગળી મોંઘી થવા જઈ રહી છે. લઘુતમ ભાવ રૂ. 11 અને મહત્તમ ભાવ રૂ. 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાતમાં 35થી 40 રૂપિયે કિલો ભાવ છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે, કિંમત 2020 ની ઊંચી સપાટીથી નીચે રહેશે.
 
ઓક્ટોબરથી ખરીફનું આગમન શરૂ થશે ત્યારે ડુંગળીનો પુરવઠો વધુ સારો રહેશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે.