ગુજરાતમાં છેલ્લા છ દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત, આજે 8 જિલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.
25 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાને કારણે 49 લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની સંભાવનાઓ છે. અમરેલી જીલ્લામાં આજે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં અન્ય જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.સૌરાષ્ટ્રનાં અમરેલીમાં પડેલ વરસાદનાં આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં 126 મીમી વરસાદ નોંધાવા પામ્યો છે. આજે પણ અમરેલીમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ પ્રતિ કલાકે 13 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ અમરેલી જીલ્લમાં તા. 4 થી 8 દરમ્યાન ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.જ્યારે જામનગર જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તા. 4 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ભેજવાળું તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ સમગ્ર વિસ્તારમં છૂટો છવાયો વરસાદી પડી શકે છે.