સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:23 IST)

અમદાવાદમાં અનેક સ્કૂલો સહિત શૈક્ષણિક સંસ્થાઓને ટ્રાફીક પોલીસ દ્વારા નોટિસો

અમદાવાદ શહેરમાં ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ડીટેઈનથી માંડી વાહનો ટોઈંગની કડક કાર્યવાહી કરવામા આવી રહી છે ત્યારે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત જે જે વિસ્તારોમાં ટ્રાફીક વધુ છે ત્યાં અનેક સ્કૂલો સહિત શૈક્ષણિક સંસ્થાઓને ટ્રાફીક પોલીસ દ્વારા નોટિસો ફટકારવામા આવી છે. અંદાજે ૪૦૦થી૫૦૦ સ્કૂલોને ટ્રાફિક પોલીસ દ્વારા નોટિસ અપાઈ છે.
સ્કૂલો અને યુનિવર્સિટીઓની નજીક વિદ્યાર્થીઓ અને વાલીઓની અવરજવરને પગલે ટ્રાફિકની અનેકવાર સમસ્યા સર્જાય છે અને ખાસ કરીને અમદાવાદની મોટી ખાનગી સ્કૂલો છે કે જ્યાં ૨થી૩ હજાર વિદ્યાર્થીઓ એક-એક પાળીમાં ભણતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ વાહનો લઈને લેવા મુકવા આવે છે અને ત્યારે સવારના,બપોરના તેમજ ખાસ કરીને સાંજના સમયે ભારે ટ્રાફીક થાય છે અને જેન ેલઈને ટ્રાફીક જામની મોટી મુશ્કેલી ઉભી થાય છે.
અમદાવાદમાં સેટેલાઈટ, વસ્ત્રાપુર, નવરંગપુરા,થલતેજ તેમજ પૂર્વમા પણ ઘણા વિસ્તારો કે જ્યાં  ગીચતા છે અને રસ્તાઓ સાંકડા છે ત્યાંના વિસ્તારોમાં અનેક સ્કૂલોને ટ્રાફીકને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા નોટિસો આપવામા આવી છે. અમદાવાદમાં ઉદગમ  અનેક મોટી ખાનગી સ્કૂલોને નોટિસ અપાઈ છે અને અંદાજે ૪૦૦થી૫૦૦ સ્કૂલોને નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળે છે.સ્કૂલો ઉપરંત યુનિ.અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ નોટિસ આપીને વિદ્યાર્થીઓના વાહનો રોડ પર પાર્ક ન થવા દેવા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા કડક આદેશ કરવામા આવ્યો છે.
આ ઉપરાંત દંડ સહિતની કાયદાકીય કાર્યાવહી કરવા પણ ચીમકી અપાઈ છે. અનેક સ્કૂલોના સંચાલકોને દંડ ફટકારવાની ચીમકી અપાતા સંચાલકોમાં ઉગ્ર વિરોધ ઉભો થયો છે.સ્કૂલ સંચાલકોની ફરિયાદ છે કે વાલીઓ સ્કૂલ છુટવાના સમય પહેલા જ આવી જાય છે અને વાહનો રોડ પર રાખી ઉભા રહે છે ત્યારે સ્કૂલ સંચાલકોને શા માટે દંડવામા આવે છે.
સ્કૂલો ઉપરાંત ટયુશન ક્લાસીસો એન કોચિંગ ક્લાસીસીસોની બહાર પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાહનો લઈને આવતા હોય ટ્રાફીક થતો હોય છે. સ્કૂલ સંચાલકોની ફરિયાદ છે કે ટ્રાફીક પોલીસ સ્કૂલોમાં વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને રોકે છે.આ ઉપરાંત કોલેજોમાં પણ હવે મોટા ભાગે વિદ્યાર્થીઓ બાઈક-કાર સહિતના વાહનો લઈને આવે છે અને ખાસ કરીને યુવાનો દ્વારા બેફામપણે વાહનો હંકારી અને આડેધડ પાર્કિગ કરાય છે.