રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (16:47 IST)

અમદાવાદના ચાંદખેડામાં એપાર્ટમેન્ટના દસમા માળેથી નવજાત બાળકને ફેંકીને હત્યા કરી

- એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા
- નવજાત બાળકની હત્યાની હૃદય કંપાવતી ઘટના
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનારને શોધવાની તજવીજ હાથ ધરી

 
Ahmedabad news in gujarati- પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનારને શોધવાની તજવીજ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યાની હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનાનો પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાં જ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
શંકાસ્પદ લોકોનો ડીએનએ ટેસ્ટ થઈ શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થિત સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમા માળેથી એક નવજાત બાળકને ફેંકીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે સોસાયટીના શંકાસ્પદ લોકોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આ સોસાયટીમાં કેટલી મહિલાઓની ડિલીવરી થઈ છે તેવી વિગતો પણ મંગાવી છે.