ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 નવેમ્બર 2020 (08:58 IST)

પેટાચૂંટણીના પરિણામ પહેલાં ભાજપે જિલ્લા-શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલ દ્વારા  જીલ્લા/મહાનગર ના ભાજપા સંગઠનના નવનિયુક્ત પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. હાઇકમાન્ડે લીલીઝંડી આપતાં પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ ભાજપે શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકો કરવામાં આવી છે. 39 શહેર-જિલ્લા પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 
જેમાં રાજકોટમાં કમલેશ મિરાણી,ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ હાલ દિલ્હીમાં છે. પ્રદેશ સંગઠનની આવતીકાલે જાહેરાત થઈ શકે છે.
 
ત્રણ વર્ષ બાદ આજે ભાજપે 39 શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી છે. પાટીલે એક વ્યક્તિ - એક હોદ્દોની થિયરી અમલમાં મુકી છે. એટલું જ નહીં, નવા-યુવા ચહેરોઓને શહેર-જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર નેતા-સાંસદો પાસે થી શહેર પ્રમુખોના હોદ્દા છિનવી લેવાયા છે.
 
ભાજપે શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકો કરી હતી જેમાં નવા-યુવા ચહેરાઓને સ્થાન અપાયુ હતું જયારે કેટલાંક મોટા માથાઓના પત્તા કપાયાં હતાં.  સાંસદ રંજનબેન ભટ્ટ પાસેથી વડોદરા શહેર પ્રમુખનો હોદ્દો છિનવાયો હતો જયારે સાંસદ દેવુસિંહ ચૌહાણ પાસેથી ખેડા જિલ્લા પ્રમુખ પદ પરત લઇ લેવાયુ હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરી હતી અને 21 જુલાઈએ તેમણે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ પછી ચાર મહિના જેટલો સમય પસાર થવા છતાં પ્રદેશ સંગઠનની નવીટીમની રચના થઈ શકી નથી. પેટાચૂંટણીના પરિણામો સાથે નવી ટીમ રચાઈ શકે છે.